શોપિંગ મોલના ટાંકામાંથી મળ્યો મૃતદેહ..

કોહવાયેલ છે લાશ

શોપિંગ મોલના ટાંકામાંથી મળ્યો મૃતદેહ..

Mysamachar.in-મહેસાણા:

મહેસાણાના એક શોપિંગ મોલમાં કોહવાયેલો મૃતદેહ મળતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા કે આત્મહત્યાની આ ઘટના છે તે જાણવા પ્રયાસ કર્યો છે,

આ ઘટનામાં શોપિંગ મોલમાં દુર્ગંધ મારતા તપાસ આદરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. અંદાજે ચાર થી પાંચ દિવસથી લાશ પાણીના ટાંકામાં પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લાશને લઇને લોકોના ટોળા શોપિંગ મોલમાં એકઠા થયા હતા. પોલીસે આ ઘટનામાં હત્યાની આશંકા લાગી રહી છે. પોલીસને લાગી રહ્યું છે કે, હત્યા કર્યા બાદ મૃતદેહને ટાંકીમાં ફેંકી આરોપીઓ ફરાર થઇ ચુક્યા હોય શકે છે તેથી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે,

મૃતદેહ અંદાજે ચાર થી પાંચ દિવસથી ટાંકીમા પડ્યો હોવાના કારણે આખા શોપિંગ મોલમાં દુર્ગંધ મારવા લાગી હતી.અને અંતે શોપિંગ મોલના ટાંકામાં થી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે.