પુત્રી-પુત્ર અને માતા તળાવમાં ડૂબ્યા, દિવાળીની તૈયારી શોકમાં ફેરવાઇ

4 વર્ષની દીકરી, 9 મહિનાના દિકરાનું મોત

પુત્રી-પુત્ર અને માતા તળાવમાં ડૂબ્યા, દિવાળીની તૈયારી શોકમાં ફેરવાઇ

Mysamachar.in-ભાવનગર

રાજ્યભરમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ભાવનગરના ખારી ગામે તહેવારની ઉજવણી શોકમાં ફેરવાઇ છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી અરેરાટી વ્યાપી છે. માતા સાથે તળાવમાં નાહવા ગયેલા પુત્ર-પુત્રી ડૂબ્યા હતા, જેને બચાવવા જતા માતા પણ ડૂબી જતા ત્રણેયના કમકમાટીભર્યામોત નીપજ્યા હતા. સિહોર તાલુકાના ખારી ગામે રહેતા નરેશ જહા રાઠોડની પત્ની નયનાબેન તેમની ચાર વર્ષિય દીકરી માયા અને 9 મહિનાના દીકરા લાલજીને લઇને ખેતરેથી ગામમાં જતા હતા. આ દરમિયાન વાડીની બાજુમાં આવેલા તળાવની પાળ પરથી તેમની દીકરી માયાનો પગ લપસી જતાં તે તળાવમાં ડૂબવા લાગી હતી, દીકરીને પાણીમાં ડૂબતી જોઇ માતાએ તળાવ પાસે પહોંચી બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન પગ પણ લપસતા તે પણ તળાવમાં પડી ગઇ હતી. જો કે તળાવ ઉંડું હોવાને કારણે માતા-પુત્રી અને પુત્રનું ડૂબી જતા મોત થયું હતું. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.