જામનગરના D.Y.S.P સૈયદને અમદાવાદ બંદોબસ્ત દરમિયાન પુત્ર પ્રેમ ભારે પડ્યો

વાંચો બે અધિકારીઓ વચ્ચે જોવા જેવી થઇ 

જામનગરના D.Y.S.P સૈયદને અમદાવાદ બંદોબસ્ત દરમિયાન પુત્ર પ્રેમ ભારે પડ્યો

Mysamachar.in-રવિ બુદ્ધદેવ

જામનગર એડમન DYSP તરીકે ફરજ બજાવતા એ.બી.સૈયદ પોતાના પુત્રપ્રેમ માટે જાણીતા છે, તેવો જયારે જામનગરમાં પણ પોતાની ફરજ પર હોય ત્યારે પણ તેનો પુત્ર તેની સાથે તેની સરકારી ગાડીમાં અને ચેમ્બરમાં મોટાભાગે સાથે જ હોય છે, હા કયારેક કોઈ ઘટના બને ત્યારે પણ તેના પુત્રની હાજરી સતત પિતાને સાથે લઈને ચર્ચાઓ પણ પોલીસબેડામાં થતી હોય છે, એવામાં વાત આજની છે, જયારે આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવી રહ્યા છે, ત્યારે તેના બંદોબસ્ત માટે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અધિકારીઓને બદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે, તેમાં જામનગર DYSP એ.બી.સૈયદ નું નામ પણ હોવાથી તેવો પણ બંદોબસ્ત અર્થે પહોચ્યા હતા,

પણ આટલા મોટા વી.વી.આઈ.પી ની સુરક્ષાની વાત હોય ત્યારે માથે કોણ લે..? તેમ ફરજ પરના અધિકારી કોઈપણ વ્યક્તિ કેમ ના હોય તેને પાસ વિના જવા દેતા નથી, ત્યારે DYSP સૈયદ પોતાના પુત્ર ને સાથે લઇને સરકારી ગાડીમાં જતા તેમને ફરજ પરના DYSP વ્યાસ દ્વારા રોકી અને તેના પુત્રને સાથે ન લઇ જવા દેવામાં આવતા આ મામલે બન્ને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, અને બાદમાં ડીસીપી કક્ષાના અધિકારીએ વચ્ચે પડી અને માંડ મામલો થાળે પાડ્યો હતો, પણ આખીય ઘટના મીડિયાના કેમેરામાં કેદ થઇ જતા જામનગરના પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બની જવા પામી છે.