શ્રી એચ.જે.લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ડ્રોના માધ્યમથી સાઇકલ વિતરણનો કાર્યક્રમ મોકુફ

શ્રી એચ.જે.લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ડ્રોના માધ્યમથી સાઇકલ વિતરણનો કાર્યક્રમ મોકુફ

Mysamachar.in-જામનગર:

સેવાકીય સંસ્થા શ્રી હરિદાસ જીવણલાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગર શહેરને જુદા-જુદા વોર્ડમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ડ્રોના માધ્યમથી વિનામૂલ્યે સાઇકલ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે આજથી મોકૂફ રાખવામાં આવ્યો છે અને ફરીથી કાર્યક્રમને આગળ ધપાવવા માટે ની નવેસરથી જાણ કરવામાં આવશે તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.