હાલારમા મેઘરાજાએ માર્ગમકાનનો ભ્રષ્ટાચાર ધોઇ નાંખ્યો

ઠેર ઠેર ભંગાણ...ખાડા

હાલારમા મેઘરાજાએ માર્ગમકાનનો ભ્રષ્ટાચાર ધોઇ નાંખ્યો

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દ્વારકા જિલ્લામા ભારે મેઘમહેર થઇ પરંતુ આ મેઘમહેરએ માર્ગમકાન વિભાગનો ભ્રષ્ટાચાર ધોઇ નાંખ્યો છે,.. જ્યા હોય ત્યા પુલીયા નાલા-કોઝવે બધુજ ફસકી પડ્યુ છે તેમજ દરેક સ્ટેટ હાઇવે અને પંચાયત-ગ્રામ્ય માર્ગો ધોવાણા છે, તેની નીચે દાબેલી માટીઓ હા માત્ર માટીઓ જેવા તેવા ડામર કે સીમેન્ટને ફાડી ને બહાર આવી ગઇ છે, માટે ક્યાય પણ વાહન લઇને જવા જેવી સ્થિતિ નથી ઉપરાંત અનેક રોડ ઉપરના ખાડા લોકોના કમર અને મણકાની પીડા ઉપજાવનારા છે,

ખરેખર આવા તમામ કામ(રોડ સહિતના) જે છેલ્લા ત્રણ વર્ષમા થયા હોય તેના સ્પેશીફીકેશન માંગી આ તમામ કામના અભ્યાસ લગત દરેક વિસ્તારના જાગૃત નાગરિકો દાદ માંગે ફરિયાદ કરે માહિતી અધીકાર હેઠળ માહિતી માંગે તો તથ્ય બહાર આવી શકે તેમ છે..અને જાહેર હિતમા આ જાગૃતિ દર્શાવવિ આવશ્યક છે, જો કે આ માહિતિ સ્ટેટ માર્ગ મકાન અને પંચાયત માર્ગમકાન બંને પાસેથી મેળવવા અમુક લડવૈયાઓએ તૈયારી દર્શાવી છે, જે એક વ્યાપક ઝુંબેશ રૂપે સૌ જાગૃત નાગરીકોએ આરંભી દેવાની જરૂર છે, કેમકે તો જ  જેવુ તેવુ કામ કરી વરસાદ ઉપર ઠીકરૂ ફોડાવનારા દરની બહાર નીકળશે તેમ પણ અમુક જાણકારો કોમેન્ટ કરે છે, કેમકે વરસાદ બાદની રોડની યાતના બંને જિલ્લાના નાગરિકોની અસહ્ય છે.

-એસીબી ટ્રેપના પડઘા હજુ શમ્યા નથી

સ્ટેટ માર્ગ મકાનમા એસીબીની સફળ ટ્રેપના પડઘા શમ્યા નથી તેના પરથી તંત્રના ભ્રષ્ટાચારની પોલ તો ખુલ્લી પડી જ ગઇ છે, હવે તો જે આંટીમા નથી આવ્યા કે સીફતથી છટકી ગયા છે તેવા જે ગેરરીતી કરનારા એસ.ઓ. હોય ...ડીઝાઇન બનાવનાર હોય...તેનુ ઓડીટ કરનાર હોય...એપ્રુવ કરનાર હોય.....કામ ઓકે કરનાર હોય....પેમેન્ટ રીલીઝ કરનાર હોય તે તમામ ની વિગતો  મંગાય તો ઘણા પર્દાફાશ થઇ શકે તેવી શક્યતા નકારી ન શકાય.