માસ્ટર ડીગ્રીવાળા ને પડતા મુકી બેચલર ડીગ્રીધારી કોપોરેશનને વધુ વ્હાલા લાગ્યા.!

સમગ્ર "ખેલ" પાછળ ત્રણ ભેજા 

માસ્ટર ડીગ્રીવાળા ને પડતા મુકી બેચલર ડીગ્રીધારી કોપોરેશનને વધુ વ્હાલા લાગ્યા.!

Mysamachar.in-જામનગર:

સામાન્ય રીતે મહત્વની  પોસ્ટ ઉપર નિમણુંક આપવા માટે જેની ડીગ્રી વધુ હોય તેને તક અપાતી હોય છે,પરંતુ જામનગર કોર્પોરેશન ને માસ્ટર ડીગ્રી ધરાવનાર ઉમેદવાર ના બદલે કાર્યપાલકની પોસ્ટ ઉપર સીલેક્ટ કરવા બેચલર ડીગ્રી ધારી વ્હાલા લાગ્યા છે,કા.ઇ.ડ્રે. ની પોસ્ટ મા માત્ર કણસાગરા જ પસંદ થાય તે માટેના સમગ્ર ખેલ પાછળ ત્રણ ભેજા મુખ્ય હોવાની ચર્ચા છે,બીજા લગત એ તો તે ત્રણની સુચના મુજબ રેકર્ડ ઉપર બધુ સમુનમુ કરવાનુ હોય એ સ્વાભાવિક છે,આ ત્રણ ભેજામા એક તો શક્તિશાળી કોર્પોરેશન બહારના છે,એક અંદરના અને મહત્વના સતાધારી છે જ્યારે ત્રીજા વહીવટી સાઇડ છે,અને સમગ્ર તખ્તો કુલ પાંચ મહત્વની સીટીંગ થઇ હતી ( એ સિવાયની નાની મોટી મીટીંગ તો અલગ) આ સીટીંગ દરમ્યાન "વ્યવહાર" ની વાત થઇ અને આગળ જતા અમલ પણ થયો હતો. માટે તો માસ્ટર ડીગ્રી ધારી તેમજ અન્ય એક વધુ લાયક બાયપાસ થઇ ગયા હતા તેમ કોર્પોરેશનના ચોક્કસ વિભાગમા જોરશોરથી ચર્ચા થાય છે.


-અન્ય બે જાણે ડમી જ રહ્યા

કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ માટે જાહેરાત સંદર્ભે ૧૪ અરજી આવેલી તેમાંથી ૧૧ અમાન્ય રહી કેમકે લાયકાત અનુભવ ન હતા ત્રણ માન્ય રહી તે  દર્શાવે છે તે લાયક છે પરંતુ એ ત્રણ કુલ અરજી માં થી અન્ય બે તો માત્ર ડમી તરીકે રહી કેમ કે ભાઇ અમીત ને સીલેક્ટ કરવાના હોય બીજી અરજીઓ ધ્યાને લીધી છે,તે પ્રોસેસ પુરી કરવા અને રેકર્ડ ઉપર દર્શાવવા જ બાકીના  તે બે ઉમેદવારોની પરીક્ષા ઇન્ટવ્યુ માત્ર નાટક હતા તેમ  પણ જાણકારો કહે છે.