કોરોનો વાયરસ:જગતમંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોને લઈને જારી કરવામાં આવ્યા સૂચનો

જીલ્લા કલેકટરે જારી કર્યા સૂચનો

કોરોનો વાયરસ:જગતમંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોને લઈને જારી કરવામાં આવ્યા સૂચનો
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કોરોના વાયરસને લઈને હાહાકાર મચી ગયેલો છે, અને સ્થાનિકથી માંડીને રાજ્યકક્ષા સુધી તો રાજ્યથી માંડીને કેન્દ્ર સરકાર સુધી તમામ જરૂરી પગલાઓ વાયરસને ફેલાતો રોકવાને લઈને કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા કેટલાક મહત્વના સૂચનો લોકહિતમાં જારી કરવામાં આવ્યા છે, જેમાં ખાસ તો જે દ્વારકા જગતમંદિરમાં રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, શ્રદ્ધાળુઓને રેલિંગ માં 1 મીટરની જગ્યા રાખવા ઉપરાંત....

જેનો ખુબ જ મોટો મહિમા છે, તે જગતમંદિર પર ધ્વજા ચડાવવા આવતા યાત્રિકો 25 ની મર્યાદામાં આવે તેવો આદેશ પણ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે, વધુમાં બેટ દ્વારકા જતા યાત્રિકોને બોટમાં કેપેસિટીની 50 ટકા જ યાત્રિકો બેસાડવામાં આવે તેનું પાલન કરવા પોર્ટ ઓફિસરને જાણ કરવા સાથે શહેરમાં મોટીસંખ્યામાં આવેલ હોટલ અને રેસ્ટોરન્ટમાં આવનાર વિદેશી યાત્રિકોની જાણ જિલ્લા આરોગ્યવિભાગ ને અને પ્રાંત કચેરી દ્વારકાને કરવા આદેશ કરવામાં આવ્યો છે.