ચેતો, ગુજરાતમાં નવા 6 કેસો કોરોનાના નોંધાયા

ઘરમાં રહો, સુરક્ષિત રહો 

ચેતો, ગુજરાતમાં નવા 6 કેસો કોરોનાના નોંધાયા

Mysamachar.in-ગાંધીનગર

ગઈકાલે એક દિવસ એક પણ કેસ રાજ્યમાં પોજીટીવ ના નોંધાયા બાદ આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કરેલ પ્રેસમાં માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં કુલ 6 નવા પોજીટીવ કોરોના વાયરસના કેસો સાથે રાજ્યમાં પોજીટીવ કેસોની સંખ્યા 53 થઇ છે, અને અત્યારસુધીમાં 3 લોકોના મોત થયા છે, આજે જે પોજીટીવ કેસો સામે આવ્યા છે તેમાં અમદાવાદના 3 વડોદરા ગાંધીનગર અને મહેસાણામાં એક એક કેસ પોજીટીવ નોંધાતા રાજ્યમાં કુલ 53 પર આંકડો પહોચ્યો છે, ત્યારે લોકો એ હજુ પણ વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત હોય તેમ લાગે છે.