કોરોના ઈફેક્ટ:જાનેયાઓને આપવામાં આવ્યા માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર

વર-કન્યાએ પણ માસ્ક પહેરીને લગ્નવિધિ કરી.

કોરોના ઈફેક્ટ:જાનેયાઓને આપવામાં આવ્યા માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર

Mysamachar.in-વડોદરા 

હાલમાં રાજ્યમાં કોરોના વાયરસની દહેશત છે, અને ગઈકાલે જ બે કેસો સહીત રાજ્યમાં પાંચ કેસ પોજીટીવ નોંધાયા છે, ત્યારે તંત્ર વધુ સાબદું બન્યું છે, લોકોમાં પણ મોટી જાગૃતિ જોવા મળી રહી છે, ત્યારે વડોદરામાં જાગૃતિની મિશાલ કહી શકાય તેવી નોંધ લેવી પડે તેવી બાબત એ છે કે એક લગ્નસમારોહમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનો ખુબ ઉપયોગ કરી અને કોરોના સામે જાગૃતિ બતાવવામાં પરિવારોની ભૂમિકા બિરદાવવા લાયક છે,

 

વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ મનસ્વી પાર્કમાં રહેતા સોનુને પરિવારે પોતાની લાડકવાઇ દીકરીનાં લગ્ન પ્રસંગમાં કંઇક એવું કરી બતાવ્યું કે જેનાથી સૌ કોઇને પ્રેરણા મળે. સમગ્ર દેશ દુનિયામાં હાલ કોરોના વાઇરસનાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા પણ લોક જાગૃતિનાં અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે નાગરિકો પણ સરકાર સાથે હાથથી હાથ મિલાવીને જીવલેણ કોરોના વાઇરસ સામે બચવાના બનતા પ્રયાસો કરી રહ્યાં છે.

 

ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અને લગ્નની વિધિ દરમિયાન પણ વર કન્યા સહીત જાનેયાઓ પણ માસ્ક પહેરીને જાગૃતિનો સંદેશો આપ્યો હતો,