વધુ એકવાર થર્ટી ફર્સ્ટની પાર્ટીના રંગમાં ભંગ, 28 લાખનો દારૂ પકડાયો

જાણો ક્યાંથી પકડાયો દારૂ

વધુ એકવાર થર્ટી ફર્સ્ટની પાર્ટીના રંગમાં ભંગ, 28 લાખનો દારૂ પકડાયો

Mysamachar.in-રાજકોટઃ

એક તરફ ૩૧ ડીસેમ્બર ની તૈયારીઓ છે, તો બીજી તરફ પ્યાસીઓએ 31 ડિસેમ્બરની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ તેમની સાથે સાથે પોલીસ ટીમ પણ એટલી જ તૈયાર છે. રાજકોટ નજીકથી વધુ એકવાર લાખો રૂપિયાનો દારૂ મળતિયાઓ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે. આ વખતે રાજકોટની સાઈબર સેલે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આશરે 27,78,300ના વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. આ ટેન્કર લઇને નિકળેલા ડ્રાઇવરની પણ પોલીસે ધરપકડ કરી દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.

જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ બૂટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે, જો કે રેન્જ આઇજીની સૂચનાથી દારૂની હેરફેર પર ચૂસ્ત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સાઈબરસેલના  સ્ટાફે બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન પાસીંગનો ટ્રક RJ14GG 1547 પસાર થતા તેને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી 603 પેટી દારૂ મળી આવ્યો હતો, આ દારૂની કિંમત 27,78,300 રૂપિયા થાય છે. સાથે કન્ટેનર ચાલક પ્રદિપ પ્રજાપતિ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દારૂ જેમાં લાવવામાં આવી રહ્યો હતો તે 15 લાખનો ટ્રક અને બે મોબાઇલ સહિત કુલ 42,79,300નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. હાલ પોલીસે આરોપી પ્રદીપની પૂછપરછ હાથ ધરી આ દારૂ કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો તે સવાલોના જવાબ મેળવવાના પ્રયાસ ધર્યા છે.