ગ્રાહક સુરક્ષાનુ પાલન રેલ્વે, વિમાન, બસ, ટ્રાવેલ્સ કાર.. તમામ માટે ફરજીયાત

મુસાફરી કરતાં લોકો માટે આ સમાચાર મહત્વના

ગ્રાહક સુરક્ષાનુ પાલન રેલ્વે, વિમાન, બસ, ટ્રાવેલ્સ કાર.. તમામ માટે ફરજીયાત

Mysamachar.in-જામનગર:

રેલ્વે, મૉટરવાહન, વીમાનમાર્ગ, જલમાર્ગ, માર્ગપરિવહન જેવી પરિવહન સેવાઓ નાણાં સ્વીકારીને સરકાર કે ખાનગી સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે,. આવી સેવા મેળવનાર ગ્રાહક છે. ગ્રાહક હોવાને કારણે સરકાર કે ખાનગી સંસ્થા નીતિનિયમો પાળવા માટે બંધાયેલી છે. જો આવા નીતિ નિયમો ન પળાય તો એ સેવાની ખામી ગણાય જે માટે વળતર મેળવવા ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ ગ્રાહક કોર્ટમા જઇ શકાય તેમ નિષ્ણાંતો જણાવે છે,

રેલ્વે રીઝર્વ ડબ્બામાં રીઝર્વ ટિક્ટિ ખરીદનાર મુસાફરોની જગ્યા આપવાનો રેલ્વે ઇન્કાર થાય તો એ સેવાની ખામી ગણાય તેમજ પ્રથમ વર્ગનો ડબ્બૉ જાણ કે જાહેરાત કર્યાં વગર રદ કરવામાં આવે, એ.સી. ડબ્બામાં એ.સી.ની સગવડ ન આપી શકાય વગેરે ખામીના આવા સંજોગોમાં મુસાફરને વળતર આપવું પડે... ઉપરાંત મુસાફરોની ચીજવસ્તુઓ જાય તો તે સેવાની ઉણપ ગણાય આવા નુકશાનની ભરપાઈ માટે રેલ્વે જવાબદાર છે, પાણી ટોયલેટ વગેરેની સેવા સારી ન હોય એ.સી. ડબામા ઓઢવાનુ પુરતુ ન આપ્યુ હોય તો રિફંડ કે વળતર આપવા રેલ્વે જવાબદાર છે.

તેવી જ રીતે સરકારી બસ ખાનગી બસ કે ખાનગી વાહનસેવા પૂરી પાડતી સંસ્થાએ રિઝર્વેશન કરાવેલ મુસાફરોને પૂરતી સગવડ આપવી જોઈએ, કોઈ કારણસર સેવા રદ થાય તો મુસાફરને પૂરતું રિફંડ આપવું જોઈએ. નિયત કરવામાં આવેલ ભાડા કરતાં વધારે ભાડાની માંગણી કરવી જોઈએ નહી રસ્તામાં વાહન બગડે કે ખોટકાય તો મુસાફરોને તેમના સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઇએ તેમજ વિમાન સેવાનો ઉપયોગ પણ ઘણા મુસાફરો  ગ્રાહકો કરી રહ્યા છે. વીમાની સેવા પૂરી પાડતી સરકારી કે ખાનગી સંસ્થાઓએ બુકિંગનું કન્ફર્મેશન મેળવનારા મુસાફરને બોર્ડિંગ પાસની ના પાડી શકાય નહી મુસાફરોને માલ-સામાનના નુકશાન માટે એરલાઈન્સ જવાબદાર છે, ગુમ થયેલી વસ્તુની કિંમત જો મુસાફર સાબિત કરી શકે તો તેની માંગણી પણ કરાય...વળતર સ્વીકાર્યા પછી તે પૂરતું ન હોય તો મુસાફર તે અંગે દાવો કરી શકૈ છે,

અકસ્માત્તે મુસાફરનું મૃત્યુ થાય તો તેના કાયદેસરના વારસો દાવો કરી શકે છે. ઈજાની બાબતમાં વળતર ઉપરાંત તબીબી ખર્ચ ચૂકવવાનું રહેશે...કન્ફર્મ ટિકિટ ધરાવનાર મુસાફરને વિમાનમાં બેઠક આપવામાં ન આવે તે સેવાની ઉણપ ગણાય વગેરે જોગવાઇઓ કાયદા મુજબ તેમ પણ ગ્રાહક સુરક્ષાને લગત કાયદા જાણનારા નિષ્ણાંતો ઉમેરે છે, એકંદર ગ્રાહકોએ જાગૃત રહેવુ તેમજ મદદનીશ નિયામક તોલમાપ અને ગ્રાહક સુરક્ષાની કચેરીમાંથી વિગતો વખતો વખત વિગત મેળવતી રહેવી જોઇએ તેમ નિષ્ણાંતોએ ઉમેર્યુ છે.