આ બેઠકો કોંગ્રેસના ટાર્ગેટમાં, તો ભાજપે કરવી પડે મહેનત

જાણો કઈ છે એ બેઠકો

આ બેઠકો કોંગ્રેસના ટાર્ગેટમાં, તો ભાજપે કરવી પડે મહેનત

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૬ સીટ મળી હતી અને કોંગ્રેસનો સફાયો થયો હતો. પરંતુ વર્ષ ૨૦૧૭ના ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો. આ જોતાં ભાજપ પક્ષ માટે ગુજરાતમાં ૭ લોકસભા સીટ પર ખતરો હોય આ બેઠકો કબ્જે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે, જેમાં મોટાભાગની સીટ સૌરાષ્ટ્ર વિસ્તારની માનવામાં આવે છે,

રાજકીય સમીકરણો જોતાં  ગુજરાતમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને ૭૭ બેઠક પર જીત મેળવી હતી અને ભાજપને માત્ર ૯૯ સીટ મળી હતી, જે ગત બે દાયકામાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે,જ્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની ૫૪ બેઠકમાંથી ૩૦ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. 

આ વખતે કોંગ્રેસને વિશ્વાસ છે કે, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ઓછામાં ઓછી ૪ સીટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર પર જીતી શકે છે અને મધ્ય ગુજરાતની આણંદ, ઉત્તર ગુજરાતની બનાસકાંઠા તેમજ પાટણ બેઠક પર પણ જીતી શકાય તેમ છે. ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર અને બનાસકાંઠા લોકસભા બેઠક પર પણ કોંગ્રેસની નજર રાખી રહ્યું હોય ઉમેદવારોની પસંદગી બાબતે કાળજી રાખવામા આવી રહી છે,

આમ ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ ભાજપને ભારે નુકશાન થયું હતું. વિધાનસભાની ચૂંટણી સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો. ત્યારબાદ પાટીદાર ફેક્ટરના કારણે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને સારી એવી સફળતા મળી હતી,આ જોતાં કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કરે તેવા દાવા વચ્ચે ભાજપ દ્વારા પણ હાલ સૌરાષ્ટ્રની ખાસ કરીને જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી બેઠક ઉમેદવારો નક્કી કરવામાં આજ કારણે મનોમંથન કરીને છેલ્લી ઘડીએ નામો જાહેર કરશે. જેની કોંગ્રેસ પણ રાહ જોઈ રહ્યું છે, પછી જ આ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતારવા બાબતે રણનીતિ બનાવવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.