જામનગર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા આવતીકાલે ભરશે ઉમેદવારીપત્ર

ઓશવાળ સેન્ટર ખાતે જાહેરસભાનું પણ આયોજન

જામનગર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા આવતીકાલે ભરશે ઉમેદવારીપત્ર

Mysamachar.in-જામનગર:

અનેક અટકળો વચ્ચે આખરે જામનગર લોકસભાની સીટ પર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા અને જાહેર જીવનનો બહોળો અનુભવ ધરાવતા આહીર સમાજના અગ્રણી એવા મુળુભાઇ કંડોરીયા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ત્યારે આવતીકાલે વિશાળ જાહેર સભા બાદ વાજતે-ગાજતે મુળુભાઇ કંડોરીયા પોતાની ઉમેદવારી નોંધાવશે,

જામનગર લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુળુભાઇ કંડોરીયા ના નામની જાહેરાત થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે કોંગ્રેસ દ્વારા સવારે 9:30 કલાકે જંગી જાહેર સભાનું આયોજન કરીને કોંગ્રેસ પણ શક્તિ પ્રદર્શન કરશે ત્યારબાદ મુળુભાઇ કંડોરીયા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજીને જામનગર કલેકટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર ભરશે,

જામનગર લોકસભા સીટ પર ગત સાંજના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુળુભાઇ કંડોરીયાનું નામ જાહેર થતા સમર્થકો કોંગ્રેસના કાર્યકરો આગેવાનો વગેરે કામે લાગી ગયા છે અને આવતીકાલે તારીખ 4 ના રોજ મુળુભાઇ કંડોરીયા જન સમર્થનમાં જાહેર સભાના આયોજનને લઈને ગામે-ગામથી કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડશે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની જામનગર ઓશવાળ સેન્ટર ખાતે જાહેર સભામાં કોંગ્રેસના કાર્યકરો ને પધારવા જાહેર અનુરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.