નિશા ગોંડલિયાની કાર પર થયેલ ફાયરીંગનો મામલો, નોંધાઈ ફરિયાદ 

આ શખ્સોના છે નામ 

નિશા ગોંડલિયાની કાર પર થયેલ ફાયરીંગનો મામલો, નોંધાઈ ફરિયાદ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

મૂળ જામનગરની વતની અને રાજ્યમાં બહુચર્ચિત બીટકોઈન અને ભૂમાફિયા જયેશ પટેલના ખુલાસાઓને લઈને ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયાની કાર પર ગતસાંજે ખંભાળિયા નજીક આરાધનાધામ પાસે ફાયરીંગ કરવાની કેફિયત નિશાએ વર્ણવ્યા બાદ આ મામલે વાડીનાર પોલીસ મથકમાં હત્યાનોપ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે, જેમાં જયેશ પટેલ, યશપાલસિંહ જાડેજા સહીત ત્રણ થી ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં ઉલ્લેખ છે કે જામનગરનાં વકીલ કિરીટ જોષીનાં મર્ડર કેસમાં નિશા સાક્ષી તરીકે રહેલ હોય  જેથી આરોપીઓએ અગાઉથી કાવતરૂ રચી સાક્ષી તરીકે જો નિશા નહીં હટે તો મરાવી નાખવાની ધમકી આપી રીવોલ્વરનાં નીચેના ભાગથી તેણીને માથામાં ઇજા કરી અજાણ્યા ઇસમો નાશી છુટ્યાની ફરિયાદ નોંધાઈ છે.