જામનગરના આ લોકોની ફરિયાદ સાચી ઠરી..પોલીસે પાડ્યા કુટણખાના પર દરોડા..

મહિલા સહિત ૧૦ ઝડપાયા

જામનગરના આ લોકોની ફરિયાદ સાચી ઠરી..પોલીસે પાડ્યા કુટણખાના પર દરોડા..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના અંધાશ્રામ પાસે આવેલી આવાસ કોલોનીમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને પોતાના ઘરમાં જ શરીર સંબંધ બાંધવાની સુવિધાઓ પુરી પાડીને દેહવેપારનો ધંધો ચાલતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી અને આ મામલે નગરસેવકે આ વિસ્તારના લોકોને સાથે રાખીને આવાસ કોલોનીમાં કુટણખાના બંધ કરાવવા એસ.પી.ને રજુઆત કરી હતી.તેવામાં પોલીસે હરકતમાં આવીને આ વિસ્તારમાં દરોડા પાડીને મહિલા સંચાલિત વધુ એક વખત કુટણખાનું ઝડપી લઈને ૪ મહિલાઓ સહિત ૧૦ શખસોને સ્થળ પર જ અટકાયત કરતા આ વિસ્તારમાં ભારે હોબાળા વચ્ચે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં.

જામનગરના આવાસ કોલોનીમાં ચાલતા કુટણખાનામાંથી નીતાબેન મહેન્દ્રભાઈ, વિરલ મહેન્દ્રભાઈ, શોભનાબેન રામદેભાઈ, કિશન ભરતભાઈ ગઢવી, તારામતીબેન દિનેશરાય વગેરે પોતાના બહારથી મહિલાઓ બોલાવી શરીરસુખ માણવા માટે વ્યવસ્થા કરી આપતા હતા, તેવામાં આ સ્થળે મજા માણવા ગયેલા ગ્રાહકોમાં ઈમરાન ફારૂક વીરાણી, દેવશી નારણભાઈ બેલા, મયુરસિંહ બળવંતસિંહ જાડેજા, વિશાલ સુરેશભાઈ પરીયાણીને રંગે હાથ એલસીબીની ટીમે ઝડપી લીધા હતા અને ગુલાબનગરની રૂક્સાના શબીર ત્યાં હાજર હોય આ તમામની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જતા સમયે લોકો જોવા માટે ટોળે વળ્યા હતાં. જ્યારે એલસીબીએ આ કુટણખાનાની મહિલાઓ સહિત ૧૦ શખસો સામે ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્સન એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને સ્થળ પરથી રોકડ ૨.૫૦ લાખ, બુલેટ, કોન્ડમ મળીને કુલ ૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.