વ્યાજે નાણા આપનારે પોતાના હાથે ચેકમાં ભરી લીધી આટલી બધી રકમ 

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

વ્યાજે નાણા આપનારે પોતાના હાથે ચેકમાં ભરી લીધી આટલી બધી રકમ 
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકાના નાથાકુવા શેરી પાસે જલિયાણ હાઈટ્સમાં વસવાટ કરતા વેપારી રક્ષીત જેઠલાલ બથીયાએ આનંદ પ્રમોદભાઇ ભુડીયા જે પણ દ્વારકાના જ રહીશ છે તેની પાસેથી ૨૦૦૦૦૦ આશરે ત્રણ વર્ષ પહેલા આઠ ટકા લેખે વ્યાજે લીધેલ હોય અને આનંદ પાસે નાણા ધીરધાર કરવાનું લાઇસન્સ ન હોવા છતા તેણે રક્ષિતને વ્યાજે પૈસા આપી વ્યાજ પેટે ૩૮૪૦૦૦ આપી દીધેલ હોવા છતા  વ્યાજની તથા  મુદત રકમની પઠાણી ઉધરાણી કરતા રક્ષીતે આનંદને  ૧૦૦૦૦૦ નો કોરો ચેક  આપેલ જેમા ૪૬૦૦૦૦ પોતાના હક્ષ્તાક્ષ્રરમા ભરી પઠાણી ઉધરાણી કરી અને પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેના પરથી તપાસ શરુ કરવામાં આવી છે.