શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સહીત ૪ સામે નોંધાઈ ફરિયાદ..

જાણો શા માટે ફરિયાદ થઇ

શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સહીત ૪ સામે નોંધાઈ ફરિયાદ..

mysamachar.in-જામનગર

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન એવા મુકેશ દાસાણી સહીત ચાર સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,

મુકેશભાઈ દાસાણીને ત્યાં રવિ નામનો કર્મચારી કામ કરે છે,તેને પોતાની ઇકો કાર ચિરાગ ને વેચાણ કરેલ અને જે બાદ તેના પૈસાની લેતીદેતી બાબતે મુકેશભાઈ પણ મામલો શાંતિથી પૂર્ણ થાય તે માટે મધ્યસ્થી બન્યા હતા,અને ત્રણ માસ પૂર્વે આ મામલે એક કોર્પોરેટરે પણ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડી ગયો હોવાનું મુકેશભાઈ જણાવ્યું હતું,

એવામાં ગઈકાલે ત્રણ માસ બાદ ફરીથી શું થયું કે સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ડ્રાઈવિંગ કરતાં ચિરાગ સાવલા નામના યુવકે મુકેશદાસાણી સામે જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ગજુભા,હિતુભા અને અશ્વિનસિંહ ઝાલા સામે પણ વ્યાજની રકમ ભરી ના શકતા જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા સબબની ફરિયાદ નોંધાવતા દિગ્વિજયપ્લોટ ચોકી પીએસઆઈ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે