દીકરીને મરી જવા મજબુર કરનાર સાસરિયાઓ સામે નોંધાઈ ફરિયાદ 

કાલાવડની ઘટના 

દીકરીને મરી જવા મજબુર કરનાર સાસરિયાઓ સામે નોંધાઈ ફરિયાદ 

Mysamachar.in-કાલાવડ:

કાલાવડના સાવલી ગામે પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓએ એવો તો ત્રાસ આપ્યો કે તે મરી જવા મજબુર થયાની મૃતકની માતાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે, વાત એવી છે કે સાવલી ગામે અફસાનાબેનના લગ્ન રફીકભાઇ સમા સાથે થયા હતા, લગ્નજીવન દરમિયાન પતી તેમજ સાસુ ખતુંબેન તને જમવાનું બનાવતા આવડતું જ નથી, અને ઘરકામ સહિતની નાની બાબતોમાં અફ્સાનાબેન સાથે અવારનવાર મારઝૂડ કરી અને ત્રાસ ગુજારતા હતા, તો સસરા મુસાભાઈ અને દિયર અકબર પણ ઝગડાઓ કરતા હોય અને માનસિક શારીરિક દુખત્રાસ આપતા હોય જેના કારણે અફ્સાનાબેને કંટાળી જઈને ઝેરી દવા પી આપઘાત કરી લેતા મૃતકની માતા એ પોતાની દીકરી ને મરી જવા મજબુર કરનાર સાસરિયાપક્ષના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.