ફડાકાની ગુંજ પોલીસ મથકે પહોચી ખરા...

ગઈકાલની ઘટનામાં આજે ફરિયાદ 

ફડાકાની ગુંજ પોલીસ મથકે પહોચી ખરા...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં ડેન્ગ્યુના વધી રહેલા કેસોને લઈને આરોગ્યતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ગતસાંજે ગોલારાણાના ડેલા નજીક જામનગર મહાનગરપાલિકાના  મેડીકલ ઓફિસર ડો.મનોજ નકુમ  તથા સાહેદ દક્ષાબેન પોતાની ફરજના ભાગરૂપે ફોગીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન વિપક્ષ ના મહિલા કોર્પોરેટર જેનબ ખફીએ દક્ષાબેનના ફોનમાં ફોન કરી જાણાવેલ કે તમો તાત્કાલીક ભાવસાર ચકલામાં ફોગીંગની કાર્યવાહી કરવા દબાણ કર્યું હતું, તેથી ડો.નકુમે જણાવેલ કે ફોગીંગ મશીન બંધ હોય જેથી બીજુ મશીન મેળવી અમો ત્યાં આવીશું તેમ જણાવેલ તે દરમ્યાન મહિલા કોર્પોરેટરનો ગુસ્સો આસમાને પહોચી જતા તેવો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા, અને  ત્યાં આવીને તેવોએ ડો.મનોજ નકુમને તમાચો મારી અને તેની સાથે આવેલા અન્ય એક પુરુષએ મેડીકલ ઓફિસરને  ગાળો બોલી ડો.નકુમને બળજબરીથી ગાડીમાં બેસાડી વિરોધપક્ષની ઓફીસે લઈ જઈ ફરીયાદીને "તારે તારા ઘરે ધ્રોલ પહોચવુ છે કે કેમ? તમ ગર્ભીત ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકવટ કરી એક બીજાની મદદગારી કરતા આ મામલો શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, 

મામલો એટલો ગરમાયો હતો કે આરોગ્યવિભાગના તમામ કર્મચારીઓ રોષિત થઈને કમિશ્નરને રજૂઆત કરવા પણ પહોચ્યા હતા, અને માંગ કરી હતી કે યોગ્ય પગલા કોર્પોરેટર સામે ના લેવામાં આવે તો કામગીરીથી અળગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.જે બાદ ઘટનાની ગંભીરતા ને જોતા કોર્પોરેટરના ફડાકાની ગુંજ અંતે પોલીસ મથક સુધી પહોચી અને તમાચાનો ભોગ બનનાર મેડીકલ ઓફિસર ડો.મનોજ નકુમે સીટી એ ડિવીજન પોલીસ મથકમાં IPC કલમ ૩૬૫, ૩૩૨, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબ વિપક્ષ કોગ્રેસના કોર્પોરેટર જેનબ ખફી અને અજાણ્યા પુરુષ સામે ગુન્હો નોંધાવતા પી.આઈ.વાઘેલા એ તપાસ શરુ કરી છે.જો કે કોર્પોરેટર કહ્યું છે કે માત્ર આરોગ્યલક્ષી કામગીરી કરવાની વાત કરી હતી મેં કોઈને ફડાકો માર્યો નથી અને તે વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.