ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિદેવ વિરુદ્ધ ફરિયાદ

બંને પક્ષે ભાજપના જ...

ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિદેવ વિરુદ્ધ ફરિયાદ

Mysamachar.in-જામનગર:

ભાજપ પક્ષમાં આમ તો બહુ શિસ્તની વાતો સાંભળવા મળતી હોય છે, પણ તે શિસ્ત કેવું હોય છે , તે ક્યારેક બનતી ઘટનાઓ પરથી સામે આવતું હોય છે, જામનગરમા એક એવી ઘટના સામે આવી છે જેમાં ચૂંટાયેલા કોર્પોરેટર અને તેના પતિદેવે ભાજપના જ મહિલા કાર્યકરને માર માર્યાની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, ફરિયાદ એવી છે કે પોલીસ હેડ કવાર્ટર પાછળ વસવાટ કરતાં અને ભાજપના મહિલા કાર્યકર ભાવાનાબેન કૈલા એ ફરિયાદ નોંધાવી છે કે મહિલા કોર્પોરેટર જનકબા જાડેજા ના પતિશ્રી ખોડુભા જાડેજા અવારનવાર કોઈપણ કારણ વગર ભાવનાબેનને ઘરે જતા હોય જેથી ભાવનાબેને કામ સિવાય ઘરે નહિ આવવા માટે જણાવતા ભાજપના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર જનકબા જાડેજા અને તેના પતિને આ વાત મનમાં લાગી આવતા ભાવનાબેન ને ઢીકાપાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કોર્પોરેટર જનકબા જાડેજા અને તેના પતિ ખોડુભા જાડેજા વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.