આગ,ઔદ્યોગીક અકસ્માત કે દુર્ધટનાનુ રિપોર્ટીંગ તુરંત કરવા કલેક્ટરની તાકીદ

જરૂરી વિભાગોનું સંકલન પણ જરૂરી 

આગ,ઔદ્યોગીક અકસ્માત કે દુર્ધટનાનુ રિપોર્ટીંગ તુરંત કરવા કલેક્ટરની તાકીદ

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામા ખાસ કરીને રિપોર્ટીંગ માટે નબળી કામગીરી કરતા ફેક્ટરી નિરીક્ષક( હવે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ),લેબર,ક્યારેક ફાયર,તાલુકાઓની કચેરી,ટ્રાફીક વગેરે વિભાગોને જિલ્લા કલેક્ટરે ઢંઢોળ્યા છે.તાજેતરમાં દરેડ જીઆઇડીસીમા બ્લાસ્ટમા બે શ્રમિક દાઝ્યા તેમાંથી એકનુ કરૂણમૃત્યુ થયુ, તે પહેલા બાંધકામ સાઇટ ઉપર એક જીવલેણ અકસ્માત થયેલો,દરેડમા પ્લાસ્ટીક કારખાનામા મોટી આગ,કેમીકલ ભરેલુ  ટેન્કર હાઇવે ઉપર પલટી ખાઇ ગયુ, એક ગેસ ટેન્કરનો અકસ્માત વગેરેની તુરંત જાણ જિલ્લા કલેક્ટરને કરાઇ ન હતી....!આવી અનેક ગંભીર બાબતે ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમા તુરંત રિપોર્ટીંગ દરેક કિસ્સામા ઝડપી થતુ નથી. જેમા સૌથી વધુ શિથીલતા ઇન્ડ.સેફટી ની વધુ છે કેમકે તેઓ જાતે પણ પગલા લેવા સાનુકુળતાએ જતા હોવાનુ લગત વિભાગોની સુચક ટકોર છે.

જિલ્લા કલેક્ટર ડીઝાસ્ટર મેનેજમેન્ટને ટોપ પ્રાયોરીટી આપે છે,જેથી દુર્ઘટનાઓ ઘટે જાનમાલનુ નુકસાન ઘટે અને લોકોની સતર્કતા વધે તે માટે વખતો વખત પરિપત્ર પાઠવાય છે, મિટીંગોમા સુચનાઓ અપાય છે છતા અમુક વિભાગે જાણે"હમ નહી સુધરેંગે" નો નિર્ધાર કર્યો હોય તેવો અનુભવ  ખુદ જિલ્લા સમાહર્તાએ કર્યો હોય તેમણે સંવેદનશીલ બાબતે સંકલન કરવા તાકીદે રિપોર્ટીંગ કરવા ફરીથી તાજેતરની પ્રિમોન્સુન મીટીંગમા લગત તમામ વિભાગોને તાકીદ કરી છે.

કલેકટરનો આગ્રહ છે કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ એટલા માટે જ છે કે તુરંત પગલા લઇ જે-તે દુર્ઘટનામા નુકસાની ઘટાડી શકાય પરંતુ ત્યા લગત વિભાગો જાણ જ ન કરે તો સંકલન કેમ થાય?  કલેક્ટરનો એ પણ આગ્રહ છે કે તેઓને આવી કોઇપણ ઇમરજન્સીની જાણ આ કંટ્રોલરૂમથી જ થાય ત્યારે હવે જોવાનું એ છે કે કલેક્ટરની સૂચનાનુ બાબુઓ કેટલું પાલન કરે છે.
 

ફેક્ટરી,લેબર,આર.ટી.ઓ સંકલન કરે અને કામગીરીનો અહેવાલ ઝડપી મોકલે

રોડ ઉપરના ટેન્કર અકસ્માત, કારખાના-ઉદ્યોગ ના જીવલેણ અકસ્માતો, આગ કે બાંધકામ સાઇટ કે એવી કોઇ પણ દુર્ઘટના મામલે દરેક લગત વિભાગો સંકલન કરે અને ઇન્સ્પેક્શનના અહેવાલ મોકલે તેવી સુચના તાજેતરની મીટીંગમા કલેક્ટરે ફરીથી આપવી પડી છે,તેમ મીટીંગમા ઉપસ્થિત  સુત્રો જણાવે છે તેના ઉપરથી તારણ નીકળે છે કે ઇન્ડ.સેફટી એન્ડ હેલ્થ રિપોર્ટીંગ કરતુ નથી તેમજ ઉદ્યોગોના સેફટી પ્લાનના ઓડીટ પણ આ વિભાગ નિયમીત કરતુ નથી તેવુ જાણકારો કહે છે,.આ અંગે તે વિભાગમાંથી જાણકારી મેળવાઈ હતી તેના ઉપરથી પણ જાણવા મળ્યુ છે કે કલેક્ટરની સુચના તો છે પણ...