અરજદારો-સ્ટાફ માટે ચિંતા કરતા કલેક્ટર રવિશંકર

સરકારી આવક વધારવા મોટીવેશન

અરજદારો-સ્ટાફ માટે ચિંતા કરતા કલેક્ટર રવિશંકર

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓમા બાકી રહેતી જરૂરી તમામ સુવિધાઓ થશે ખાસ કરીને આપતિનિયમનના માપદંડો અને ફાયર સેફટી સહિતની સુવિધાઓ આગામી દિવસોમાં જ્યાં બાકી હશે ત્યાં પૂર્ણ કરવામાં આવશે, જુદી-જુદી ૪૫ થી વધુ નાની-મોટી સરકારી કચેરીઓમા મળીને દરરોજ હજારો અરજદારો આવતા હોય છે,તેમજ સેંકડો કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે..આ તમામની સલામતીની જિલ્લા કલેક્ટરે ચિંતા કરી છે,અને આ માટે તેઓએ સુચના આપી ફાયરસેફટી સહિત તમામ સુવિધા વસાવી તે અંગે પ્રમાણપત્ર પણ મેળવી લેવા જે-તે કચેરીઓના વડાઓને સુચના અને માર્ગદર્શન આપ્યા છે.

-સલામતીની શરૂઆત ઘરથી જ..

શહેર જિલ્લામા સલામતીના તમામ માપદંડ જળવાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર જરૂરી પગલા લે છે,સાથે-સાથે અવેરનેશ કેમ્પ યોજે છે,ખાસ કરી શાળાઓ કોલેજો હોસ્પીટલો,માર્કેટો,કચેરીઓ જ્યા વધુ અવર-જવર હોય ત્યા ખાસ સતર્કતા માટે તંત્ર કાર્યરત છે,ત્યારે સલામતી  વ્યવસ્થા ઘર આંગણેથી જ કરવા હિમાયત જિલ્લા સમાહર્તાએ કરી છે.

-ગતિશીલતા અને સરકારી આવક વધારવા મોટીવેશન

જિલ્લા કલેક્ટર રવિશંકરની વહીવટી ગતિશીલતાની અનેક આગવી પદ્વતિ છે,જાહેર બાબતો,સરકારી બાબતો,અરજી નિકાલ,સરકારી લેણા,પ્રજા પ્રતિનિધીઓની રજુઆત,જાહેર આરોગ્ય,શિક્ષણ,કાયદો વ્યવસ્થા  અંગે, પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા માટે કાર્યવાહી સહિત અનેક બાબતે જિલ્લાના તમામ વિભાગોને તેઓ અલગ ઢબથી પ્રેરિત કરતા રહ્યા હોય એક સમીક્ષા મુજબ વહીવટી ગતિશીલતા અને સુચારૂતાનુ તેમજ નિયમિતતાનુ અનેક સરકારી અધીકારીઓ કર્મચારીઓમા નિરૂપણ થી રહ્યુ છે,જેના સારા પરિણામો નાગરીકોને મળતા રહેશે