કલેકટર, કમિશ્નર અને ડીડીઓ પહોચ્યા જી.જી.હોસ્પિટલ 

કરી જરૂરી સમીક્ષાઓ

કલેકટર, કમિશ્નર અને ડીડીઓ પહોચ્યા જી.જી.હોસ્પિટલ 

Mysamachar.in-જામનગર

હાલમાં કોરોના વાયરસની દહેશત ગુજરાતમાં પણ વધી રહી હોય તેમ લાગે છે, રાજ્યમાં અત્યારસુધીમાં 95 કેસ પોજીટીવ નોંધાઈ ચુક્યા છે, અને 8 ના મોત થઇ ચુક્યા છે, ત્યારે જામનગર જીલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયાસો અને સુચારુ આયોજનને કારણે એક પણ કેસ જામનગરમાં નોંધાયો નથી, ત્યારે જામનગર કલેકટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ અને ડીડીઓ વિપિન ગર્ગ જી.જી. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી, સરકારના નિર્દેશાનુસારની સુવિધાઓ તથા તૈયારીઓની સમીક્ષા અધિકારીઓએ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ અને એડીશનલ ડીન એસ.એસ.ચેટરજી સાથે કરી હતી.