આ તે કેવું બંધ, વીઆઈપી માટે પાછલા બારણેથી દર્શનની સુવિધા...

દ્વારકામંદિરમાં આજે સવારે આવ્યું સામે 

આ તે કેવું બંધ, વીઆઈપી માટે પાછલા બારણેથી દર્શનની સુવિધા...
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કોરોના વાયરસના હાહાકાર અને ગુજરાતમાં તકેદારીના ભાગરૂપે પ્રસિદ્ધ યાત્રાધામો અને મંદિરો પણ બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે તેમાં જગતમંદિર દ્વારકાનો પણ સમાવેશ થાય છે, પણ મંદિર માત્ર સામાન્ય લોકો માટે બંધ હોય તેમ વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો માટે મંદિર બંધની કોઈ અસર ના હોય તેમ મંદિર સાથે લાગતા વળગતા લોકો દ્વારા આવા વીઆઈપી ને પાછલા બારણેથી નિજ મંદિર સુધી દર્શનની સુવિધા કરી આપવામાં આવતી હોવાનું આજે સામે આવ્યું છે. જેનાથી અન્ય ભક્તોમાં નારાજગી પણ ફેલાઈ છે.આવા કેટલાક ખાસ લોકો આજે દર્શનનો લાભ લીધો હોવાની માહિતી મળી રહી છે.