રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર બંધ  કરાઈ 

રાજકોટ કલેકટરનો નિણર્ય

રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર બંધ  કરાઈ 

Mysamachar.in-રાજકોટ

રાજ્યમાં કોરોના વાયરસ પોજીટીવના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, કોરોના કેસને કારણે રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ કલેક્ટરે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના 65 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નવા આદેશ અનુસાર કોઈપણ વ્યક્તિ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ અવર-જવર કરી શકશે નહીં. શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સી સેવાને જ છૂટછાટ આપવામાં આવી છે.