ભાવનગરમાં જ્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ

જાણો શું છે મામલો

ભાવનગરમાં જ્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ

Mysamachar.in-ભાવનગર:

ભાવનગરના દાઠા પાસેના નીચા કોટડા ગામે આજે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો બીચક્યો હતો અને ખેડૂતો તેમજ પોલીસ સામસામે આવી ગયા હતા. 

માઇનિંગ સાઇટ ઉપર ખેડૂતો ગેરકાયદે પ્રવેશવા જતાં થયેલા ઘર્ષણમાં પોલીસ દ્વારા 20થી વધુ ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.અને એક તબક્કે તો વાતાવરણ ભારે તંગદિલી ભર્યું બની જવા પામ્યું હતું,ખેડૂતો  એવા વિફર્યા કે વિફરેલા ખેડૂતોએ પથ્થરમારો કર્યો જતો. જેમાં પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતાં જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર  દોડી આવ્યા હતા અને અંતે ના છૂટકે સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

માઇનિંગના વિરોધ બાદ ફરી ખેડૂતો ઉગ્ર બનતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દાઠા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ખેડૂતો પરના લાઠીચાર્જની જાણ થતાં મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને મુખ્યમંત્રીએ પણ સમગ્ર મામલાની વિગતો મંગાવી હોવાનું જાણવા મળ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.