શહેર અને જીલ્લામાં આ સ્થળોએ થાય છે રાંઘણગેસના બાટલાઓનો ઉપયોગ

બાતમી છતા પુરવઠાનુ "મૌન".?

શહેર અને જીલ્લામાં આ સ્થળોએ થાય છે રાંઘણગેસના બાટલાઓનો ઉપયોગ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર સહીત જામજોધપુર અને લાલપુરમાં પુરવઠા વિભાગની ઢીલી કામગીરી પ્રકાશમાં આવી છે. જેમાં આ બંને ગામો અને તાલુકાઓમા  મોટાભાગની હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા ધાબા સહિતના ખાણી-પીણી વાળા સબસીડીવાળા રાંધણ ગેસના સિલિન્ડરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યાનું સામે આવે છે, ત્યારે પુરવઠા વિભાગ છેલ્લા કેટલાય સમયથી આ અંગે કોઇ તપાસ પણ કરવામાં આવી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

જે રાંધણ ગેસ ઘરોમાં વપરાય છે. જેના પર સરકારની સબ સીડીની છુટ હોય છે. જ્યારે કોમર્શિયલ (ધંધાકીય) ગેસ જેના પર કોઇ પ્રકારની છુટ હોતી નથી. તેથી કોમર્શિયલ ગેસ આ પ્રકારે હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા સહિતના ખાણી-પીણી સહિતના પર વપરાશમાં લેવાનો હોય છે પરંતુ જામનગર શહેરની કેટલીય હોટેલો ઉપરાંત જામજોધપુર અને લાલપુર પંથકમાં હાલ મોટા ભાગની હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા ધાબા સહિતના ખાણી-પીણીના માલીકો દ્વારા બેરોકટોક રીતે રાંધણ ગેસના સિલિન્ડરો વપરાશમાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને મુશ્કેલીથી મળતા સિલિન્ડરો હોટલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા ધાબા સહિતના ખાણી-પીણી વાળાને બખ્ખા કેમ છે તે સવાલ નો જવાબ મેળવવા નો રહે છે,.

જામનગર અને દ્વારકા બંને જિલ્લામા અન્ય શહેરો હાઇવે તાલુકા વિસ્તારોમા પણ આ જ રીતે રાંધણગેસના કોમર્શિયલ ઉપયોગ થતા હોવાનુ બનતુ રહે છે તેમ જાણકારો કહે છે,. તેમજ આવા ગે.કા. ઉપયોગ ઉપરાંત ગેસ રીફિોલીંગ કે બાટલા માંથી બીજા નાના બાટલા ગે.કા. ભરાતા હોવાની જામનગર ખંભાળીયા હાઇવે પરના અમુક સ્થળે બનાવ બને છે તેવી બાતમી પુરવઠા વિભાગને અપાઇ હતી છતા પગલા લેવાયા ન હોવાના આક્ષેપો થાય છે.