Mysamachar.in-ગાંધીનગર
ક્યાય દુર બેઠા બેઠા ભેજાબાજ ઠગ શખ્સો લોકોને ફોન કે મેસેજ કરીને શીશામાં ઉતારતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, સામે આવેલ આ કિસ્સામાં ભણેલ ગણેલ એક મહિલા 8 લાખથી વધુની છેતરપીંડીનો ભોગ બન્યા બાદ હવે પોલીસની મદદ માંગી છે, ગાંધીનગર ખાતે સરકારી કચેરીમાં પી.એ. તરીકે નોકરી કરતી મહિલાને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે આઈડિયાનું સીમકાર્ડ 3જીમાંથી 4જી કરાવવાનું કહું એસ.એમ.એસ નો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કરી લીધો હતો. આ નંબર બેન્ક એકાઉન્ટ સાથે મર્જ કરેલો હોવાથી સાયબર ક્રાઇમ આચરતા લોકોએ મહિલાના 8.50 લાખ અન્ય એકાઉન્ટમાં મેળવી લઈ ઠગાઈ આચરી હતી. મહિલાને ગત 9મી જુનના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહ્યું હતું.
બાદમાં સીમકાર્ડ થ્રિજીમાંથી ફોર જી નેટવર્ક કરવાનું હોય તો એક મેસેજ આવે તેમાં Y લખીને રીપ્લાય કરવાનો રહેશે. બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં નેટવર્ક આવી જશે તેવું આ શખશે કહ્યું હતું. જોકે છતાંય ફોન ચાલુ થયો ન હતો. રેખાબહેને તાત્કાલિક આઈડિયાની ઓફિસે ગયા ત્યાંથી કહ્યું કે ,કંપની તરફથી આવા કોઈ ફોન મેસેજ નથી કરાયા. બાદમાં મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવાથી શંકાઓ જતા તેઓ બેંક એકાઉન્ટ તપાસતા પોતાના ઉપડી ગયાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બેંકનો સંપર્ક સાધ્યો હતો. તો બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ અઢી લાખ ઉપરાંત પ્રિ એપૃવડ લોન કરાવી કુલ 8.50 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે બાદ મહિલાએ સાઈબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.