વિડીયો કોન્ફરન્સથી રાજ્યના મંત્રીઓ સાથે બેઠક કરતા મુખ્યમંત્રી 

ગાંધીનગર સી.એમ.નિવાસસ્થાનથી યોજાઈ હતી બેઠક

વિડીયો કોન્ફરન્સથી રાજ્યના મંત્રીઓ સાથે બેઠક કરતા મુખ્યમંત્રી 

Mysamachar.in-ગાંધીનગર:

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ માટે રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાજ્યના મંત્રીઓને હાજર રહેવા જણાવી દેવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહેસૂલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેબકોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને શું વ્યવસ્થા થઇ એ અંગે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાને લોકડાઉનનો આદેશ આપ્યા બાદ સ્થિતિની ગંભીરતા લોકો સમજ્યા છે. રાજ્ય સરકારે આ સ્થિતિને પહોંચી વળવા સમયે-સમયે યોગ્ય પગલાં લીધા છે. વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પ્રજાહિતની અવિરત કામગીરીના ઉદ્દાત ભાવથી મુખ્યમંત્રીવિજય રૂપાણીએ આજે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જિલ્લા મથકોમાં રહેલા મંત્રીમંડળના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. આ પ્રકારનો પ્રયોગ દેશભરમાં પ્રથમવાર ગુજરાતે કર્યો છે.