Mysamachar.in-અમદાવાદ
દિવસમાં ક્યાંક ને ક્યાંક ભણેલા ગણેલા સુશીક્ષિત લોકો પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે, માત્ર સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટરના વપરાશ કરવાથી પુરતું નથી તકેદારી પણ પુરતી રાખવી જરૂરી છે, અન્યથા ઈ-ઠગાઈનો ભોગ બનવાનો વારો આવે છે, આવી જ વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે, નવરંગપુરા વિસ્તારમાં રહેતા ઋષભ નામના યુવાન પાસે રૂપિયા 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી શાતીરદાર ગઠીયાએ 5 હજાર નું કરી નાખ્યું છે,
માર્ચ મહિનામાં ફરિયાદીનું પાર્સલ કુરિયરમાં આવ્યું હતું. જે તેમના સુધી પહોંચ્યું ન હતું. જેથી તેમણે પાર્સલ કયાં છે તે ટ્રેસ કરવા માટે ગૂગલમાં સર્ચ કરી કુરિયરનો નંબર મેળવ્યો હતો. જોકે, તેમાં ફોન કરતા જાણવા મળ્યું હતું કે તેમનું પાર્સલ રિટર્ન થયું છે. જે પાર્સલ મેળવવું હોય તો ગૂગલ પે મારફતે 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. ગઠીયાના કહેવા મુજબ પ્રક્રિયા કરતા ફરિયાદીએ તેમનો ગૂગલ પે એકાઉન્ટ નંબર તેને આપ્યો હતો. જે નંબર પર એક લિંક આવતા ફરિયાદીએ તેમાં 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા જ બેંક એકાઉન્ટમાંથી 5 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે.