કેરીના પાંચ ગોડાઉનોમાં ચેકિંગ,પણ કઈ ના મળ્યું..

અહો આશ્ચર્યમ.!

કેરીના પાંચ ગોડાઉનોમાં ચેકિંગ,પણ કઈ ના મળ્યું..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

ઉનાળાની શરૂઆત્તે જ જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખાની ટીમે ઠેર ઠેર ચેકીંગની કાર્યવાહી શરૂ કરી છે,આજે મનપાની ફૂડ શાખાની ટીમ સુભાષશાક માર્કેટ નજીક અમુક ગોડાઉનોમાં કાર્બાઈડ થી કેરી પકવવામાં આવતી હોવાની માહિતી પરથી ગોડાઉનો પર ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી,પણ આશ્ચર્યની વાત એ છે કે પાંચ જેટલા ગોડાઉનો મા ચેકિંગ દરમિયાન એક પણ ગોડાઉનમાં થી કાર્બાઈડની એક પણ પડીકી મનપાની ટીમને મળી નથી,એટલે કે હવે જામનગરના લોકો કુદરતી રીતે પાકતી કેરીનો જ સ્વાદ માણી રહ્યા છે તેમ મનપાની ફૂડ શાખાનું માનવું છે.