Mysamachar.in-જામનગર:
આજના સમયમાં ફોનમાં આવતા કોલ્સ અને મેસેજ ઉપરાંત ઓનલાઈન સાઈટ પર આંધળો વિશ્વાસ મુકીને ઓટીપી અને મનફાવે તેવી રકમ બેંક અજાણ્યા લોકોના કહેવાથી બેંકખાતાઓમાં જમા કરાવનાર લોકો છેતરપીંડી અને સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે, ત્યારે જામનગર શહેરમાં તાજેતરમાં જ બે યુવકો વિવિધ સાઈટ પરથી બાઈક લેવાના નામે લાખો ગુમાવ્યા બાદ જી.જી.હોસ્પિટલના નિવાસી તબીબ પણ અજાણ્યા ઇસમોના વિશ્વાસમાં આવી જઈને છેતરપીંડીનો ભોગ બનતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
મૂળ પાલનપુરના વતની અને હાલ જી.જી.હોસ્પીટલની પી.જી.હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા નિવાસી તબીબ વીનોદ મોહનભાઇ ઝાલોડીયાને મોબાઈલ નંબર ૯૬૩૧૩ ૨૯૦૩૯ તથા ૯૧૯૯૯ ૪૪૯૭૪ બેન્ક એકાઉન્ટ ૩૫૮૨૬૫૫૮૧૦૬ તથા ૩૫૩૮૫૧૧૮૪૭૧ તથા ૩૨૪૨૨૬૯૪૯૦૧ વાળાએ ડોક્ટર વિનોદે અગાઉ સ્નેપડીલમા ઘડીયાળ મગાવેલ બાદ તેઓને મોબાઇલ ફોનમા મેસેજ આવેલ કે તમને ટાટા સફારી કારની ગીફ્ટ લાગેલ છે, જે માટે તમારે રજીસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે તેમ કહી ફોન કરનાર ઇસમોએ ડોક્ટરને વીશ્વાસમા લઇ પોતાના બેન્ક એકાઉન્ટમા રુપીયા ભરવાનુ કહી ડો.વિનોદે એ અલગ- અલગ કુલ રૂ ૧૧,૭૧,૦૨૭ /- ટ્રાન્સફર કરી દીધા હતા, જે બાદ થોડા સમય પછી ડો.વિનોદને ફોર વ્હીલ કાર કે રોકડ રકમ પાછી નહી મળતા પોતે છેતરપીંડીનો ભોગ બન્યાનું જણાઈ આવતા તેણે સીટી બી ડીવીઝન પોલીસમથકમાં 406, 420 ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.