આર્યસમાજ ખાતે સ્વાતંત્ર્યપર્વની ઉજવણી...

અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થયા રજુ

આર્યસમાજ ખાતે સ્વાતંત્ર્યપર્વની ઉજવણી...

mysamachar.in-જામનગર

આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિધાલય દ્વારા ૭૨માં સ્વાતંત્રપર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી સંસ્થા ના પ્રમુખ દીપકભાઈ જયંતીલાલ ઠક્કરના વરદહસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું ઘ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ પ્રમુખ એ તેમના ઉદબોધનમાં ભારત ની આઝાદી માટે આર્યસમાજ ના કાર્યકરોએ આપેલા યોગદાનને  યાદ કરી અને ભ્રષ્ટાચારમુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવાનું સૂચવ્યું હતું શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો જેમાં દેશભક્તિગીત ,અભિનયગીત, વક્તવ્ય,યોગાસન,વેશભૂષા,પેરોડી,વૃક્ષારોપણ અને વૃક્ષબચાવો વગેરે વિષયોને સાંકળી લેવાયા હતા 

સ્વાતંત્રદિનની આ ઉજવણી માં આર્યસમાજ સંસ્થા ના માનદ મંત્રી મહેશભાઈ રામાણી,કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, mysamachar.in ના મેનેજિંગ એડિટર દર્શનભાઈ ઠક્કર તથા અન્ય મહાનુભાવો સાથે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.