ધુનડામા જેન્તીરામબાપાના સતપુરણધામમા ગુરૂપુર્ણિમા એ ગુરૂ મહિમા ગુંજશે..

ધુનડામા જેન્તીરામબાપાના સતપુરણધામમા ગુરૂપુર્ણિમા એ ગુરૂ મહિમા ગુંજશે..

Mysamachar.in-જામનગર:

તા.૧૫ અને તા.૧૬ એમ બે દિવસ સુધી યોજનારા ભવ્ય કાર્યક્રમોમા સનાતનધર્મની પરંપરાના જત ના દર્શન થશે અને જે ભગવાન ની આહલેક જિજ્ઞાસુઓ ને ધન્યતાનો અહેસાસ કરાવશે વિવિધ નિદાન કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવા સત્સંગ દ્વારા મન અને આત્માના  નિજાનંદ નો લ્હાવો સાથે સંતવાણી ભજન ના આયોજનો નો લ્હાવો લેવા સમગ્ર હાલાર,સૌરાષ્ટ્ર,ગુજરાત અને રાજ્ય બહાર થી મોટી સંખ્યામા ભાવિકો નો પ્રવાહ રહેશે તેમજ આ સમગ્ર વ્યવસ્થાની છેલ્લા કેટલા દિવસોથી તૈયારીઓ સેવક ગણ સંત શ્રી જેન્તીરામબાપાના નેજા હેઠળ ભાવ પુર્વક કરી રહ્યા છે ત્યારે આ સતપુરણધામ અનોખી તૈયારીથી ભક્તો ને આવકારવા થનગની રહ્યુ છે પૂ.બાપાએ આ તકે જણાવ્યુ હતુ કે ગૌશાળા, સ્કુલ ઉપરાંત હવે સેવક સમુદાયના સહયોગથી વૃદ્ધો માટે સુવિધાસભર વિસામા નુ આદર્શધામ આકાર પામી રહ્યુ છે તેમજ બીજી સુવિધાઓ માટે પણ સરવાણીઓ વહી રહી હોય તે સમગ્ર પૂજ્ય હરિરામબાપાના આશિર્વાદ અને તેમના અનન્ય ભક્તોને થતી પ્રેરણાના પરિપાક રૂપે સાકાર થઇ રહી છે  અને થનાર છે.