મરચી અને રીંગણી સાથે ગાંજાનું વાવેતર પણ...

એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા 

મરચી અને રીંગણી સાથે ગાંજાનું વાવેતર પણ...

Mysamachar.in-આણંદ

આણંદ એસ.ઑ.જી.શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમી હકિકત મળેલ કે દેવા તળપદ મોટી ભાગોળ બસ સ્ટેન્ડ પાસે હાલ રહેવાશી દેવા તળપદ લક્ષ્મીપુરા સીમમાં રહેતા ચંદુભાઈ ઉર્ફે ભગત કાભઈભાઈ ગોહેલ એ તેઓના લક્ષ્મીપુરા સીમમાં આવેલ કાંસ પાસે આવેલ ખેતરમાં કે જેમાં હાલમાં મરચી તથા રીંગણીનું વાવેતર કરેલ છે. તેમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમી હકીકત આધારે ડી.જી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેકટર તારાપુર જગ્યાએ જઈ રેઇડ કરતાં વગર પાસ પરમીટના દેરકાયદેસરના ગાંજાના છોડવાઓ નંગ-17 જેનું કુલ વજન 9.179 કી.ગ્રામ કુલ કી રૂ. 91.790/- ના મુદામાલ સાથે આરોપી ને પકડી એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.