કોર્પોરેશનના ડ્રેનેજ કાર્યપાલક ઈજનેરની ભરતી પ્રક્રિયા રદ કરો

મુખ્યમંત્રી સુધી સીલસીલા બંધ રજુઆત

કોર્પોરેશનના ડ્રેનેજ કાર્યપાલક ઈજનેરની ભરતી પ્રક્રિયા રદ કરો

Mysamachar.in-જામનગર:

કોર્પોરેશનમા ડ્રેનેજ કાર્યપાલક ઈજનેરમા ચોક્કસ ને જ સીલેક્ટ કરવાનો સમગ્ર કાયદા વિરૂદ્ધનો ખેલ પડ્યો છે, તે ખેલ ના સીલસીલાબંધ મુદાઓની વિગતો mysamachar.in ને સાંપડી છે, તે મુદાસર મુખ્યમંત્રીને પણ રજુઆત કરી આ ભરતી પ્રક્રિયા રદ કરવા માંગણી કરાઇ હોવાનુ જાણવા મળ્યુ છે,જો કે વહીવડા એવા કમીશનર જે તાજેતરમા આવ્યા છે, તેને પણ  મુદાસર રજુઆત થયાનુ કમિશનર કાર્યાલયના વિશ્ર્વાસપાત્ર સુત્રોએ જણાવ્યુ છે, જેમા સમગ્ર પ્રકરણ ૨૦૧૬થી કેવી રીતે મોડ લેતુ ગયુ,  લાયકાતમા શુ ફેરફાર કરાયા, ઇન્ટરવ્યુ, પરીક્ષા, અનુભવના માર્ક મુકવામા બાંધછોડ કરાયાની સમગ્ર ગેરકાયદે પ્રક્રિયાની વિગતો દર્શાવાય છે,અને તમામ પ્રક્રિયા રદ કરવાની માંગણી થઇ છે,

મુખ્યમંત્રી સુધી રજુઆતની નકલ ગઇ હોય શાણપણ વાપરી કમિશનર ધારે તો પોતાના પારદર્શી વહીવટી કુશળતાનો નમુનો દર્શાવવા કોર્પોરેશનના હિતમા આ ઠરાવને વહીવટી મંજુરી અટકાવી શકવાની કે રદ કરવાની સતા દર્શાવે છે, જેની ટુંક સમયમા ખબર પડી જશે, એકંદર ન્યાય ના હિતમા આ પ્રક્રિયા રદ થવી જ જોઇએ, તેમ  કોર્પોરેશનના જ અમુક અધીકારીઓ માને છે, પરંતુ મોટા માથાઓએ કરેલી ગોઠવણ પાસે હાલ તો તે બધા ટુંકા પડે તેમ હોય કોઇ સક્ષમ  જે આ ખેલ અને સોદામાંથી બાકાત હોય તે આ પ્રક્રિયા રદ કરાવવા જહેમત ઉઠાવી શકે તો  નવાઇ નહી.

-સરકારમાંથી ભરતી માટે મંજુરી ના આધારો મંગાયા

આ સનસનીખેજ પ્રકરણમા ભરતી કરવા માટે સરકારમાંથી જે-તે વખતે લેવાયેલી મંજુરીના આધાર મંગાયા છે, પરંતુ કોર્પોરેશને તો સરકારી નિયમો નેવે મુકી  પોતાના નિયમો મુજબ જ કાર્યવાહી કરી છે, મેચ ફીક્સીંગ ની જેમ ભાઇ કણસાગરાને જ તક આપવી હતી માટે સરકારની મંજુરીની વિગતો જાહેર ન પણ કરે કેમકે એક વાતનુ કહેવુ પડે કે "સોદો" થાય એટલે ઇમાનદારી થી થાય જેમા સુથી દેવાથી માંડી તબક્કાવાર ના કમીટમેન્ટ મુજબના લાભ ભાઇ અમીતએ તેના આકાઓને પહોંચાડતા પણ રહેવાનુ નક્કી પણ થઇ ગયુ હોય તો જ આટલા વિરોધ વચ્ચે ભાઇ અમિત ઉપર જ કળશ ઢોળાય ને?  તેવો અણીયાળો સવાલ ઉઠાવી ને પણ દેર થાય પણ દુરસ્ત થાય તે આશાએ આ નિમણુંક પ્રક્રિયા રદ કરાવવા માટે જે વિગતો રેકર્ડ ઉપર છે તે પુરતી  હોઇ આશા અમર છે હવે સમય જ બતાવશે કે શુ થાય છે?