કેડમસ-સોઢા સ્કૂલ્સને મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે “પાયોનીયર  ઇન એજ્યુકેશન એવાર્ડ” આપવામાં આવ્યો

કેડમસ-સોઢા સ્કૂલ્સને મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે “પાયોનીયર  ઇન એજ્યુકેશન એવાર્ડ” આપવામાં આવ્યો

Mysamachar.in-જામનગર:

ઉમેદસિંહ સોઢા: જામનગરના શિક્ષણ જગતના ભીષ્મપિતામહ ગણાતા ઉમેદસિંહ સોઢા છેલ્લા ૪૭ વર્ષથી શિક્ષણ જગતમાં કાર્યરત છે. જામનગરમાં ફક્ત 30 ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હતી, ત્યારે ઉમેદસિંહ સોઢાએ એક અલગ જ ચીલો ચાલુ કર્યો જેનો સંકલ્પ હતો કે ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોને શ્રેષ્ઠ ગુણવતાનું શિક્ષણ પ્રાપ્ત થાય અને તે પણ માત્ર ૨૫ રૂપિયા જેવા નજીવા ખર્ચથી. સોઢાસાહેબ આજે ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઑના ગુરુ ગણાય છે. તેમની પાસેથી તાલીમ પામેલ વિદ્યાર્થીઑ કલેક્ટર, ડોક્ટર, એન્જીનીયર જેવા પ્રતિષ્ઠિત નાગરીક બનીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

મેડમ એકતા સોઢા: ૨૦૧૧માં સોઢાસાહેબે પોતાનો વારસો વિશ્વભરમાં શિક્ષણ જગતનું જાણીતું નામ ગણાતા મેડમ એકતા સોઢાને સોપ્યો. ઈંગ્લેન્ડથી PhD કરીને મેડમ એકતા સોઢા ૨૫ થી વધુ દેશોની શિક્ષણ પદ્ધતિ બારીકીથી સમજીને, કેડમસ-સોઢા સ્કૂલને શિક્ષણની એક નવી દિશા બતાવી. તેઓનું માનવું છે કે ૨૧ મી સદીની સ્પર્ધા સામે ખરું ઉતરી શકે તેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ પામવું. તે માત્ર શહેરજ નહીં પરંતુ તાલુકા અને ગામડાના વિદ્યાર્થીનો પણ એક સમાન અધિકાર છે. મેડમ એકતા સોઢાને શિક્ષણ જગતમાં આગવા યોગદાન માટે Swiss Bank, TED Talks, અમેરિકાના ભુતપૂર્વ સેક્રેટરી કોન્ડોલિઝા રાઈસ  જેવી અનેક સંસ્થાઓ દ્વારા પુરસ્કાર કરવામાં આવ્યા છે.

યજુવેન્દ્રસિંહ જાડેજા:  શિક્ષણ અને સંચાલનમાં આગવી સમજ ધરાવતા કેડમસ સ્કૂલના ત્રીજા પાયા જેઓએ ગુજરાત યુનિવર્સિટીમાં થી MBA કર્યું રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીમાં ૫ વર્ષ પ્રતિષ્ઠિત હોદો ધરાવી અને ૧૨ વર્ષનો મેનેજમેંટનો અનુભવ સાથે લઈ કેડમસ સ્કૂલને આગળ વધારવાનો સંકલ્પ કર્યો. તેઓ માનવ સંસાધન, તાલીમ અને સંચાલનના નિષ્ણાંત ગણાય છે. કેડમસ સ્કૂલના વિકાસમાં અને વિસ્તારમાં તેઓ ખુબજ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.