જેવું સીએમ નું ભાષણ શરૂ થયું અને ખેડૂતએ કર્યો આપઘાત નો પ્રયાસ..

જાણો શું છે કારણ?

જેવું સીએમ નું ભાષણ શરૂ થયું અને ખેડૂતએ કર્યો આપઘાત નો પ્રયાસ..

mysamachar.in-ગીરસોમનાથ:

સુત્રાપાડાના પ્રાંસલી ગામે માર્કેટિંગ યાર્ડ નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદઘાટન કરવા માટે આવ્યા હતા,અને આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન જેવું વિજય રૂપાણી નું ભાષણ શરૂ થયું ને તરત જ લોકોની વચ્ચે બેઠેલા એક ખેડૂત એ દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વાતાવરણમાં થોડીવાર પુરતી તો જાણે અફડાતફડી મચી જવા પામી હતી,

મળતી વિગતો મુજબ કોડીનાર તાલુકાના ડોળાસા ગામના વતની અને ખેડૂત મસરીભાઈ ડોડીયા એ નડતરરૂપ દબાણો દુર કરવા મામલે કેટલીય રજુઆતો લગત તંત્રને કરી છતાં બેહરા તંત્રને કાને વાતો અથડાઈ ને આવતા આ મામલો મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં પહોચતા મુખ્યમંત્રી દ્વારા આ મામલે યોગ્ય થવા સ્થાનિક તંત્ર ને તાકીદ પણ કરાઈ હોવા છતાં કોઈ પગલા લેવામાં ના આવતા આજના કાર્યક્રમમાં તેવો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી,

જે મુજબ આજે મસરીભાઈ નામનો ખેડૂત આ કાર્યક્રમમાં આવી પહોચ્યા હતા અને જેવું સીએમ નું ભાષણ શરૂ થયું ને તુરંત જ તેને જાહેરમાં દવા પી લઇ આત્મહત્યા કરવાની કોશિશ કરતાં પોલીસ તેને સમયસુચકતા વાપરીને બહાર લઇ ગયા બાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.