ગાંધીનગર:રાજ્યમા વરસાદ ની સ્થિતિ ને લઈને CM એ શું કરી સમીક્ષા...

રાજ્યમાં વધુ ૧૫ એનડીઆરએફની ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હોવા સાથે

ગાંધીનગર:રાજ્યમા વરસાદ ની સ્થિતિ ને લઈને CM એ શું કરી સમીક્ષા...

mysamachar.in-ગાંધીનગર:રાજ્યના કેટલાય જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોમાસા એ જાણે બરોબરનો રંગ પકડ્યો હોય તેમ પાણી પાણી કરી નાખ્યું છે..રાજ્યના વલસાડ,નવસારી,ડાંગ,ગીરસોમનાથ,અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે..ત્યારે રાજ્યના જે જિલ્લાઓમાં ભારે વરસાદ છે ત્યાં શું સ્થિતિ છે તેની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન રૂપાણી એ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે ઉચ્ચઅધિકારીઓ સાથે સમીક્ષાબેઠક યોજી હતી...

જે બાદ રૂપાણી એ મીડિયા ને સંબોધતા જણાવ્યું કે રાજ્યના જે જિલ્લાઓમાં અત્યારસુધીમાં વધુ પડતો વરસાદ પડી ચુક્યો છે..ત્યાં સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવાના સાથે એનડીઆરએફની ટીમો પણ ત્યાં કાર્યરત કરવામાં આવી છે..અને જરૂર પડ્યે જે તે જિલ્લાઓમાં થી સ્થાનિક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે..તો આગામી ૨૦ તારીખ સુધી વરસાદની આગાહી ને લઈને રાજ્યમાં વધુ ૧૫ એનડીઆરએફની ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હોવા સાથે જીલ્લામથકો એ પણ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને એલર્ટ રહેવા પણ આદેશો આપી દેવામાં આવ્યા છે...

ઉપરાંત આગામી દિવસોમાં જે જિલ્લાઓમાં વધુ વરસાદ કે પુરની સ્થિતિ નું નિર્માણ થશે ત્યાં જરૂરી તમામ પગલાઓ લેવા સરકાર કટીબદ્ધ હોવાનો દાવો રૂપાણી એ કર્યો છે...