નયારા એનર્જી થી પેટ્રોલ ભરીને ઉપડેલું ટેન્કર ના પહોચ્યું નિયતસ્થળે...

ટેન્કરમાલિકે નોંધાવી ફરિયાદ 

નયારા એનર્જી થી પેટ્રોલ ભરીને ઉપડેલું ટેન્કર ના પહોચ્યું નિયતસ્થળે...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગરના નાની ખાવડીમાં વસવાટ કરતાં કનકસિંહ મહોબતસિંહ જાડેજા નામના વ્યક્તિની માલિકીનું ટેન્કર નંબર આર.જે.૧૯.જી.૮૯૫૮ નંબરનું ટેન્કર ગત તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ નયારા એનર્જી ખાતે ખાતેથી ડ્રાઈવર ઇલ્યાસખાન ૨૪ હજાર લીટર પેટ્રોલ ભરીને નીકળ્યો હતો, જે બાદમાં દિવસો વીતી જવા છતાં પણ પેટ્રોલભરેલ ટેન્કર હાથરસ ડેપો ઉતરપ્રદેશ ખાતે ના પહોચતા પેટ્રોલનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ લઇ નાશી જતા ટેન્કરમાલિક સાથે ડ્રાઈવરે વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમથકમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.