આલે લે...નવો મોબાઇલ ખરીદોને સાથે મેળવો 2થી 5 કિલો ડુંગળી ફ્રી !

ગ્રાહકોને આકર્ષવા અનોખી સ્કીમ

આલે લે...નવો મોબાઇલ ખરીદોને સાથે મેળવો 2થી 5 કિલો ડુંગળી ફ્રી !

Mysamachar.in-વડોદરાઃ

ગૃહિણીઓથી લઇને વેપારીઓમાં હાલ એક જ વાતની ચિંતા દેખાઇ રહી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને છે. તો કેટલાક સ્થળોએ તો વેપારીઓ સફરજનના ભાવે ડુંગળી લઇ જાવ, તેમ કહી ગ્રાહકોને બોલાવી રહ્યાં છે. ત્યારે વડોદરાના બોડેલીમાં મોબાઇલ શોપના માલિકોએ ગ્રાહકોને આકર્ષવા માટે અનોખી સ્કીમ અપનાવી રહ્યાં છે. આ મોબાઇલ શોપના માલિકો નવો સ્માર્ટ ફોન ખરીદનાર ગ્રાહકને 2થી 5 કિલો ડુંગળી આપી રહ્યાં છે. બેથી પાંચ કિલો ડુંગળીની હાલની માર્કેટ કિંમત અંદાજે 500 રૂપિયાથી વધુ થાય છે. એક મોબાઇલમાં આટલું ડિસ્કાઉન્ટ એ પણ ડુંગળી મળવાનું સાંભળતા જ ગ્રાહકો કુતુહલતાથી સ્માર્ટ ફોન ખરીદવા દોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલ ખાણી-પીણીની રેકડીથી લઇને રેસ્ટોરન્ટમાં આપવામાં આવતી ડુંગળી બંધ કરી દેવામાં આવી છે. તો કેટલાક ઘરોમાં પણ ડુંગળી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એવામાં ફ્રીમાં ડુંગળી મળતી હોવાની વાતથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.