લોભામણી જાહેરાતોથી નહી ગ્રાહક સુરક્ષા નિયમો મુજબ  મકાન ખરીદો

કાયદામા વળતરની જોગવાઇ

લોભામણી જાહેરાતોથી નહી ગ્રાહક સુરક્ષા નિયમો મુજબ  મકાન ખરીદો

Mysamachar.in-જામનગર:

રહેવા માટે પ્લૉટ કે મકાનની ખરીદી કરતી દરેક વ્યક્તિ ગ્રાહક છે, માટે ગ્રાહકોના અધિકાર આપોઆપ મળે છે તે ખાસ ધ્યાનમા રાખવુ જરૂરી છે માટે પ્લૉટ કે મકાનની ખરીદીના કરાર વખતે સાવચેતીના પગલાં ભરવા જોઈએ જેથી પાછળથી પસ્તાવુ ન પડે તેમજ છેતરાવાનો વારો ન આવે,.. રહેઠાણના પ્લૉટ ખરીદનારે... મિલકતના ટાઈટલ ક્લિયર છે કે કેમ તે તપાસવા જોઈએ. સંબંધિત અન્ય દસ્તાવેજો તપાસવાં વેચાણખત હંમેશા રજિરટર્ડ છે કે નહીં તે તપાસવું  મિલકતનું પાવર ઓફ એટર્ની હોય તો તે રજિસ્ટર થયેલા છે કે નહી તે તપાસવું જરૂરી છે. ગ્રાહક સુરક્ષા કાયદો વધુ જોગવાઇઓમા જણાવે છે કે બ્લોક લે-આઉટ પ્લાન સક્ષમ સરકારી અધિકારી દ્વારા મંજૂર થયેલા છે કે  નહી તે તપાસવું વકિલને નિયત ફી આપીને પ્લોટ પરના ટાઈટલ ક્લીયરન્સ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવુ આ પ્રમાણપત્ર ઓછામાં-ઑછા છેલ્લાં બાર વર્ષ માટેનું હોવું જોઈએ., ગ્રાહકે ખરીદતાં પહેલાં માસ્ટર પ્લાન ચકાસી લેવા જેમા પ્લોટની જગ્યા રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક કયા હેતુમા નોંધાયેલ છે, તેમજ ખેતીની જમીન છે કે બિન ખેંતીની તે તપાસવુ પણ જરૂરી છે,

-ગ્રાહકો માટે જરૂરી બાબતો...
પ્લોટની જગ્યા રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક કયા હેતુ માટે જમીન નોંધાયેલછે કે કેમ ? ખેંતીની જમીન છે કે બિનખેતીની તે તપાસવું જમીન પ્રિમિયમપાત્ર હોય તો પ્રિયિયમ ભરાઈ ગયું છે ? સક્ષમ અધિકારી દ્વારા પરિવર્તિત પામી છે કે નહીં તે જોવું તે અંગેની મંજૂરી તપાસવી મકાન બાંધકામ માટે ના ‘વાંધા પ્રમાણપત્ર' મળ્યું છે કે કેમ તે તપાસવું અનિવાર્યપણે પૈસા ચૂકવ્યાની રસીદો મેળવવી નાણાંની ચૂકવણી એક કે ડ્રાફટથી કરવી એ જ ડહાપણ ભર્યું છે, બાંધકામની ગુણવત્તાની જાણકારી મેળવવી વચન આપ્યા પ્રમાણે બારીબારણાં છે કે નહી તે તપાસવું, પાર્કીંગ પુરતુ છે કે નહી તે જોવુ પાઈપનું જોડાણ અને ગટરલાઈનનું જોડાણ કરવાની જવાબદારી બિલ્ડર્સની હોય છે, તે માટે અરજી અને મંજૂરીની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે કે કેમ તે ખાતરી કરી લેવી લીગલ સર્વીસ ચાર્જ વીજળી કનેકશન ચાર્જ તથા મેઈનટેનન્સ ડીપોઝીટ કેટલી છે, અને તે ચોકક્સ બરાબર છે કે કેમ? તે અંગે તમામ વિગતો પ્રાપ્ત કરવી. ક્યારેક કોઇ અમુક બિલ્ડર્સ ભભકાદાર માહિતી પત્રિકા બહાર પાડે છે તેમાંના કેટલાંક વચનો પાળવામાં બિલ્ડર્સ અશક્તિમાન હોય છે, બાંધકામ માટે વપરાયેલો સામાન હલકી ગુણવત્તાવાળો ન હોવો જોઈએ.

-જૂનું મકાન ખરીદતા પહેલા લેવાની તકેદારી
ગ્રાહક તરીકે તમો જ્યારે જૂનું મકાન ખરીદતા હોવ ત્યારે જો શહેરી વિભાગમાં (મ્યુ. કોર્પો. વિસ્તારમાં) હોય ત્યારે રેવન્યુ ખાતામાં એટલે સીટી સર્વે ઓફિસમાંથી છેલ્લા ૩૦ વર્ષની ૭-૧ રના ઉતારાની નકલો મેળવીને સદર મકાનની માલિકી હક્ક્ની ચકાસણી કરવી તેમજ જો શહેરી વિસ્તારમાં જ હોય તો, મ્યુ. કોર્પોરેશન ખાતે આ મિલકતનો કોઈ વેરો, સોસાયટીનું મેઈનટેનન્સ, વીજળી બીલ કે અન્ય કોઈ સ્થાનિક વેરા બાકી તો નથી ને? તેની ચકાસણી કરવી.... સીટી સર્વે કાર્ડ મેળવી લેવુ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મિલકત (મકાન) ખરીદવાના હોય ત્યારે ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત કચેરી ખાતેથી ગામ નમુનાની સર્ટીફાઈડ નકલ મેળવી ચકાસણી કરવી..શક્ય હોય તો ૩૦ વર્ષનું ટાઈટલ કલીયરન્સ પ્રમાણપત્ર મેળવવું જેથી સદર મકાન કોઈ નાણાં સંસ્થા યા અન્ય સરકારી વિભાગનો બોજો છે કે નહીં… અથવા મકાન ક્યાંય ગીરો છે કે કેમ ? તે અંગેની ચકાસણી કરાવવી યોગ્ય રહેશે એકંદર આવી જરૂરી અનેક બાબતોએ ગ્રાહકોએ જાગૃત રહેવુ તેમજ મદદનીશ નિયામક તોલમાપ અને ગ્રાહક સુરક્ષાની કચેરીમાંથી વિગતો વખતો વખત વિગત મેળવતી રહેવી જોઇએ તેમ.પણ નિષ્ણાંતોની સલાહ છે.