દારૂ છુપાવવાનો નવો કીમિયો, જાણીને લાગશે નવાઇ !

જાણો ક્યાંથી પકડાયો દારૂ

દારૂ છુપાવવાનો નવો કીમિયો, જાણીને લાગશે નવાઇ !

Mysamachar.in-વડોદરાઃ

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 252 કરોડથી વધુનો દારુ પકડાયો હતો, આ વાત ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકારી છે, તેના પરથી લાગી રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. જો કે સાવ એવું પણ નથી કે રાજ્યમાં દારૂબંધીનું પાલન નથી થઇ રહ્યું. મહદઅંશે પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી લેવામાં આવે છે, પરંતુ ઘણીવાર બૂટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે એવી તરકીબો અજમાવતા હોય છે કે પકડાવવું મુશ્કેલ હોય છે. આવી જ એક અજીબોગરીબ તરકીબ કરનારા બૂટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરાના માંજલપુરમાં દૂધ માટે વિશ્વવિખ્યાત અમૂલના ગોડાઉનમાંથી દારૂ પકડાયો છે. ગોડાઉનના સુપરવાઇઝર અને દારૂની મૂકનાર શખ્સે અમૂલ ચોકલેટના બોક્સની અંદર દારૂની બોટલો સંતાડી હતી. પોલીસે 62,200 રૂપિયાના દારૂ સહિત મુદ્દામાલ તથા બે આરોપીની ધરપકડ કરી છે.