૨૧મી સદી ભલે...પરંતુ જામનગર એસ.ટી.વિભાગ ઘણું પાછળ છે...કેમ કે..

વિભાગીય નિયામક પણ અંધારામાં..

૨૧મી સદી ભલે...પરંતુ જામનગર એસ.ટી.વિભાગ ઘણું પાછળ છે...કેમ કે..

Mysamachar.in-જામનગર:

જામનગર એસટી તંત્ર હજુ એકવીસમી સદીમાં પ્રવેશ્યુ નથી,એકલ દોકલ સ્લીપર કોચને બાદ કરતા એકપણ એ.સી. કોચ નથી...! આ સિવાય અનેક રૂટ બંધ પણ થાય,જામનગર એસટી વિભાગ  હેઠળ જામનગર-દ્વારકા એમ બંને જિલ્લામાં 240 રૂટ મંજુર થયેલા છે,તેમજ 29 ગામ એવા છે કે જયાં વાહનવ્યવહાર માટે કોઇ રોડ વ્યવસ્થા નથી,માટે બસ વ્યવસ્થા કરાઇ નથી.એટલુ જ નહીં ટ્રાફીક ઓછો હોય તેવા રૂટ પણ બંધ કરાય છે.તેની સામે વિદ્યાર્થીઓથી માંડી જુદી જુદી મુસાફરોની વારંવાર માંગણીઓ ઉઠે છે છતાં નવા રૂટ તુરંત શરૂ થતા નથી.અને બાબુઓ પોતાની મોજમાં ફરિયાદ કરવા આવતા જાગૃત મુસાફરોને મનફાવે તેવા જવાબો આપે છે,

આ સિવાય મોટાભાગે તો ખખડધજ બસો અથવા તો વારંવાર ફોલ્ટ આવે તેવી બસો વધુ છે આધુનિક ટેકનોલોજીવાળી બસોની સુવિધા ઓછી છે,ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે હાલની એકવીસમી સદીમાં અને મુસાફરોની માંગ પહોંચવા તથા સ્પર્ધામાં ટકવા સારી અને સતત સેવાઓની જરૂર છે,ત્યારે આ ડિવિઝનમાં એકલ દોકલ એસી બસ છે, એટલુ જ નહીં અનેક લાંબારૂટની માંગણીઓ પેન્ડીંગ છે,જેમ કે જામનગરથી રાજસ્થાનના કુશળગઢની રૂટની માંગણી લાંબા સમયથી પેન્ડીંગ છે.

-એકસપ્રેસ રૂટ પણ બંધ થાય:રાજકોટ-ખંભાળિયા માટે પણ સેકાવુ પડે

અમુક એકસપ્રેસ રૂટ પણ બંધ કરી દેવાય છે,એટલુ જ નહીં જામનગરથી ડાયરેકટ કનેકટેડ રાજકોટ-ખંભાળિયા જવા ફ્રીકવન્ટલી બસ ન પડતા મુસાફરો રોકાય છે,અને ગામડા તો ઠીક તાલુકા મથકો જેવા કે જોડિયા, ભાણવડ, કલ્યાણપુર વગેરે માટે સાંજે આવવા કે જવા બસો મળતી જ નથી.

-૨૯ ગામોમા બસ જતી જ નથી...!!વિભાગીય નિયામક ને માહિતી આપવામાં દાખલો પડે છે.

૨૯ ગામ એવા છે કે જયાં વાહન વ્યવહાર માટે કોઇ રોડ વ્યવસ્થા નથી માટે બસ વ્યવસ્થા કરાઇ નથી તેમ જાણવા મળે છે,પણ વિભાગીય નિયામક રાવલ પાસે આ અંગે માહિતી માંગવામાં આવી પણ તેવો કોઈપણ કારણોસર માહિતી આપવા તૈયાર નથી,શા માટે તેવો જ જાણે..?જેમા જોડીયા,ભાણવડ,ખંભાળીયા,દ્વારકા તાલુકાના અમુક અમુક ગામોનો સમાવેશ થાય છે ત્યારે જોવાની ખુબી એ છે કે ગીરના જંગલોમા બસો જાય છે અને વાહન વ્યવહાર મંત્રીના જિલ્લા અને લગત જિલ્લામા જામનગર ડીવીઝન હેઠળ બસ અમુક ગામોમાં જ બસ  જતી નથી અને આમા છેવાડાના માનવી સુધી દરેક સુવિધા પહોંચાડવાના બણગા ફુકાય છે તેની સાર્થકતા કેટલી છે? તે તો અનેક અસુવિધા ભોગવતા ગ્રામજનો સારી રીતે વેદના ને વાચા આપતા હોય છે