ખંભાળિયામાં ખુની ખેલમાં યુવકની ઘાતકી હત્યા

ફરિયાદ લેવા પોલીસ રાજકોટ દોડી

ખંભાળિયામાં ખુની ખેલમાં યુવકની ઘાતકી હત્યા

Mysamachar.in-ખંભાળિયા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ગત રાત્રીના યુવક પર આઠ શખ્સોએ એકાએક હુમલાની ઘટના બનતા ભાગદોડ વચ્ચે ભોગ બનનાર યુવકને ગંભીર હાલતમાં રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ સારવાર કારગત ન નીવડતા યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે,

ખંભાળિયામાં બનેલ બનાવની મળતી વિગત મુજબ મૂરુભાઈ લુણા નામનો યુવક ગત રાત્રીના શક્તિનગર વિસ્તારમાંથી પોતાના ઘરે જવા માટે પસાર થયો હતો,તેવામાં યુવક કઈક સમજે તે પૂર્વે હથિયારો સાથે ઘસી આવેલા આઠ જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કરીને યુવક પર ધારીયા,છરી,કુહાડી જેવા ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડતા અફડાતફડી મચી જવા પામી હતી,

દરમ્યાન ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને જામનગર બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં યુવકનું આજે મોત નીપજયું હતું,

આ બનાવ જૂની અદાવતના કારણે બન્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે,ત્યારે ખંભાળિયા પોલીસ રાજકોટ દોડી જઈને ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.