જામનગરીઓને માથાદીઠ પાણીના અધિકારનો ભંગ..ઉકળતી  પ્રજા 

ફોર્સઓછો,લીકેજ,ગંધ અને ટાઇમની કાયમની મોકાણ

જામનગરીઓને માથાદીઠ પાણીના અધિકારનો ભંગ..ઉકળતી  પ્રજા 
FILE IMAGE

Mysamachar.in-જામનગર

શહેરી વિસ્તારમા માથાદીઠ ૧૪૦ લીટર પાણી રોજ મેળવવુ તે નાગરીકોનો અધિકાર છે,આ અધિકારોનો આમ તો નિયમિત ભંગ જ થાય છે,કેમ  કે રોજ પાણી અપાતુ નથી (વોટર વર્કસના અધીકારીઓ બણગા ફુંકે છે કે એકાંતરામા એક સાથે આપી દઇઐ છીએ તો શુ બે દિવસનુ સાથે જમવાનુ આપે તો ચાલે?) ઉપરથી વારંવાર પાણી કાપ તે પણ નર્મદાના બહાને ત્યારે શંકાએ છે કે નર્મદાની મુખ્ય લાઇનમા ફોલ્ટ થાય છે કે નર્મદા જંક્શનથી જામનગર સુધી પાણી આવે તેમા ફોલ્ટ થાય છે? તો પાણી પુરવઠા જામનગર અને કોર્પોરેશન જામનગરની ખામી ગણાય....

આ આશંકા એટલે થાય છે કે આ વખતે ચાર દિવસનો પાણીકાપ જામનગરમા મુકાયો તો સાથો-સાથ રાજકોટમા ચાર દિવસનો કાપ નથી નહિ તો રાજકોટ ને આ જ જંક્શનમાંથી પાણી મળે છે,બીજી તરફ જાહેર હિસાબી સમિતિ અને પાણીપુરવઠા સચિવ એ ખુબ વહેલી તાકીદ કરેલી કે નર્મદાના નીરમા વિક્ષેપ પડશે તો શુ કરશો? ત્યારના હજુ જવાબદારોમો વકાસી ને જ બેઠા છે અને પ્રજા તરસે બેઠી છે.

વધુમાં જે પચાસ હજારથી વધુ પરિવારોને નળ જોડાણ નથી ,જોડાણ આવ્યા તો પાણી સપ્લાય શરુ થયા નથી,તે તમામ તળ ઉપર અને વેંચાતા પાણી ઉપર નિર્ભર છે,તેઓની યાતના એવી છે  કે આવા હજારો પરિવાર ની જીવન રૂપી જળ ન મળવાની વેદના જોઇ સાંભળી આંખમા આંસુ આવી જાય.. હા સો ટેન્કર ના ફેરા ચાલુ છે,પરંતુ તે પુરતા નથી છતા વધારાતા નથી એવુ કહે છે કે પહોંચી ન શકાય તો પછી વેંચાતુ પાણી તો જોઇએ તેટલુ મળે છે,ઓન કોલ વિધીન ટાઇમ ડીલીવરી કેમ થાય છે જો કે દરેક ને આ મંદી મોંઘવારીમા પાણી વેંચાતુ લેવુ અને કાયમ લેવુ ન પરવડે તે સ્વાભાવિક છે,

ચોક્કસ વિસ્તારોમા તો રજુઆત,બેડા સરઘસ,રસ્તા રોકો,લખાણ પટ્ટીઓ,કોર્પોરેટરો ને વારંવાર પગ ઘસાય ત્યા સુધી રજુઆત,અધીકારીઓ પાસે વારંવાર કાકલુદી છતા પાણી ના ટેન્કર વધતા નથી નળમા સપ્લાય ચાલુ થતી જ નથી અને લોકો એક-એક ડોલ એક-એક બેડા માટે મોથાજ છે,તે સ્થિતિ મુળ જામનગર આજબાજુ વધતા જતા રહેણાકો સોસાયટીઓ અને ફ્લેટોના હજ્જારો પરિવાર ની છે,જે બાબતે સતાવાળા અજાણ હોય તેવુ માનવા ને કોઇ કારણ નથી,આ લોકો ને પાણી ન  પહોંચાડનારા જે ૧૦૦ ટેન્કર ૧૦૦૦૦ લીટરના મોકલે તો દસલાખ લીટર પાણી થાય અને જરૂરિયાત તો કરોડ લીટરમા છે,જે કોર્પોરેશન પુરૂ પાડી શકે તેમ નથી...

બાર કરોડ લીટર નિયમિત પાણી ન આપી શકે તે વધુ એક કરોડ લીટર ક્યાંથી આપી શકે? તેની સામે પાણીના વેપલા ને તો બખ્ખા છે,એ પાણી ક્યાંથી આવે છે? જો પાણી નથી તો ય ગમે તેટલો ઓર્ડર આપો વેંચાતા ટેન્કર દોડતા આવે ને સરકારી ટેન્કરમા એક તો થોડુ ઘણુ ઉપકાર કરતા હોય તેમ પાણી આપે એ પણ ટેન્કર ચાલકના મુડ ઉપર આવે ને કોઇ સમય ફીક્સ નહી અને ઓંચીતા જતાય રહે આ બધુ ચેક કરવા વાળુ કોઇ નથી,અને લોકોની વેદના વધતી જ જાય છે.

-પ્રજાના આક્રોશની આગની દહેશત

જાણકારોના મતે મુળભૂત અધિકારનાભંગને અદાલતમા પડકારી શકાય કેમકે દરેક નાગરિકને રોજપુરતુ પાણી પુરુ પાડવુ એ કોર્પોરેશનની ફરજીયાત સેવામા સામેલ છે,જેમા કોઇ બહાના ને અવકાશ જ નથી માટે હવે આ મુદે ન કરે નારાયણ ને વરસાદ મોડો થયો કે ઓછો થયો તો જંગ છેડાય તો નવાઇ નહી કેમ કે પ્રજાની  આ  પીડા સહન કરવાની હદ હોય પછી તો આક્રોશની  આગ લાગી શકે તેવી સ્થિતિ પાણી મામલે નગરની છે..

-દરેક ઘરમા નળ જોડાણ નથી અને "સ્કેન્ડલ"ના પાર નથી...

વિસ્તાર વધતા જામનગરની સાડા સાત લાખની વસ્તી છે,અને પોણા બે લાખ પરિવાર છે,અને નળ જોડાણ સવા લાખ છે,બાકી પચાસ હજાર પરિવાર તો આમેય પાણી માટે કાં તો તળ ઉપર આધારીત છે,અને કાં તો પાણી નિયમિત વેંચાતુ લે છે,જો દરેક ઘરમા પાણી ન પહોંચાડી શકતા હોય તો મુખ્યમંત્રી થી માંડીમહોલ્લા ના નેતા સુધી સૌ જુલાઇ એન્ડ સુધી લોકોને  પાણીની તકલીફ નહી પડે એવુ ક્યા મોઢે બોલતા જ રહે છે? છેલ્લા એક મહિનામા ત્રણ વખત તો પાણીકાપ આવ્યો તે શુ દર્શાવે છે? હજુ વરસાદ ના ઠેકાણા નથી અને આવે તો ય તુરંત ક્યા પાણીનુ સુખ કોર્પોરેશન કરી આપવાનુ છે? તો હાલાકી ક્યા સુધી ભોગવવાની એક તો ગરમીમાં વપરાશ વધ્યો ઉપરથી ધાંધીયા સર્જાય છે,હજુ કોમર્શીયલ,કારખાનાના પાણી વપરાશ અને ભુતિયા જોડાણના પાણી ની ગણતરી તો આમા કરી નથી,માત્ર ઘર જોડાણ ની વ્યથા જ આવરી છે,એ સિવાયના તો સ્કેન્ડલ બહુ મોટા છે,તેમા છુટ થી મળતા પાણી ક્યાંથી આવે છે

-પાણીનો ફોર્સ ઓછો,લીકેજ,ગંધ અને ટાઇમની કાયમની મોકાણ...

આવી હાલાકી વચ્ચે લોકો પાણી આવવાની વહાલા સગા આવવાના હોય તેમ રાહ જુએ ખાસ કરીને મહિલાઓ ઘરના કામ છોડીપાણી ની ખબર પડે તો દોટ મુકે કાં તો અડધી રાત,વહેલી સવાર,ભર બપોર કે સાંજનો ટાઇમ હોય તો નળ સામે એ રીતે જોવે કે એ આખમા આશાના પાણી આવે પણ નળમા પાણી ન આવે કાં તો ક્યે પાવર ન તો તો ટાંકો ભરાયો ન હતો,વાલ્વ મેન કંઇક  " સ્વસ્થ"  ન હતો,તો વાલ્વ ખોલતા ભુલી ગયો તેવામા વળી નસીબ સારા હોય ને પાણી આવે તો ફોર્સ ઓછો હોય અને ટાંકો ભરાય ન ભરાય તો નળમા પાણી જતુ રહે કાં તો કે ઇ તો વાલ્વમેન ની મરજી નિયમ  મુજબ એક કનેક્શનમા સાતસો થી આઠસો લીટર પાણી અપાતુ ન હોય ફરીથી અધીકારના ભંગ આ પ્રજા બધુ જ બિચારી બનીને સહન કરે છે,

વળી પાણી આવે ત્યારે લીકેજ લટકામા હોય જેમા કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે એક સપ્લાય જેટલુ પાણી જાય એ લીકેજ ઘણી વખત અમને મળતું નથી,તેમ સતાવાળા કહે છે અને આડેધડ ગટરો સેફટીઓ થઇ ગઇ છે તો પાણીની લાઇન જુની જર્જરીત કાણાવાળી  હોય તેમા આ ગંદા પાણી ભળતા પાણીમા ગંધ આવે ફીણ વળે એ લટકામા આવી તો અનેક હાલાકી અને મોકાણ હોવાનુ શહેરના મોટાભાગના વિસ્તારોમા થી ફીડબેક મળ્યા છે.