બ્રાસપાર્ટના વેપારીઓ જુગાર રમતા અહીંથી ઝડપાયા

પોલીસ પ્રગટ થઇ

બ્રાસપાર્ટના વેપારીઓ જુગાર રમતા અહીંથી ઝડપાયા

Mysamachar.in-જામનગર:

જામનગરના બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ ફલ્લા ગામની સીમ નજીક સર્વોદય હોટેલ પાછળ આવેલ અલ્પેશ કાંતિલાલ વાનાણી ની ઓરડીમાં નાલ કાઢી અને તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે,તેવી હકીકત પંચકોશી એ ડીવીઝનના યશપાલસિંહ જાડેજા,શૈલેન્દ્રસિંહ જાડેજા,વીરેન્દ્રસિંહ જાડેજા અને જીગ્નેશભાઈ વાળા સહિતને મળતા તમામ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ પહોચ્યો હતો,જ્યાંથી જુગાર રમી રહેલા ૮ ને પોલીસે રોકડા ૮૧,૪૪૦/-,૬ મોબાઈલ અને કાર મળી કુલ ૬ લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે,જુગારધામમા થી કોણ કોણ ઝડપાયું તેની યાદી આ મુજબ છે,

-અલ્પેશ કાન્તીભાઈ વાનાણી રે.ચિત્રકૂટ સોસાયટી

-રાજેશ મોહનભાઈ ટીંબડીયા રે.કૃષ્ણનગર શેરી નં ૩

-વિજય જેઠાભાઈ અમરોલીયા રે.કૃષ્ણનગર શેરી નં ૫

-રસિક વિઠલભાઈ હિરપરા રે.જનતા સોસાયટી

-જેન્તી કુરજીભાઈ ગજેરા રે,યુવાપાર્ક શેરી નં.૪

-નિતેશ રાઘવભાઈ ડોબરિયા રે,પ્રગતિપાર્ક

-નીલેશ વિઠ્ઠલભાઈ સાવલીયા રે,પ્રણામી સ્કુલની સામે

-રમેશ કાનજીભાઈ અકોલા રે,ફલ્લા ગામની સીમ