બોટલ અસલી અને દારૂ નકલી...

જાણો ક્યાંથી ઝડપાયું આ કારસ્તાન..

બોટલ અસલી અને દારૂ નકલી...

Mysamachar.in-મહેસાણા:

ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય પણ તેની અમલવારી કેટલી થાય છે તે સર્વવિદિત છે,દારૂબંધી હોવા છતાં બોર્ડરો પાર કરી અને ગુજરાતના જે ખૂણામાં જેટલો દારૂ પહોંચાડવો હોય તે પણ અનેક વખત પહોચી ચુક્યા બાદ કટિંગ સમયે પોલીસ ત્રાટકી અને આવા દારૂના જથ્થા ઝડપી પાડ્યાના પણ અનેક કિસ્સાઓ મૌજૂદ છે,

પણ આ તમામથી ઉપર ઉઠીને મહેસાણામાં થી તો પોલીસે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના જ કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે,મહેસાણાના વિજાપુરમાં આવેલ ખરોડ ગામની સીમમાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવા ના રેકેટ પર પોલીસે દરોડો પાડતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે,

જે સ્થળે પોલીસે દરોડો પાડ્યો છે ત્યાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવામા આવતો હતો.ખેતરમાંથી વિદેશી દારૂ બનાવવાના કાચામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી અને કુલ ૯ લાખ ઉપરાંતનો મુદામાલ પણ જપ્ત કર્યો છે.અહી સામે આવ્યું છે કે અસલી બોટલોમાં નકલી દારૂ ભરી અને પ્યાસીઓને પધરાવવામાં આવતો હતો.આ મામલે વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે,અને આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેના પર પણ તપાસ કેન્દ્રિત થઇ છે.