મીગકોલોની નજીક તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા પ્રેમીપંખીડા 

ગતરાત્રીનો બનાવ 

મીગકોલોની નજીક તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા પ્રેમીપંખીડા 
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરના મીગકોલોની નજીક આવેલ તળાવમાં ગતરાત્રીના બે લોકો એ છલાંગ લગાવ્યાની માહિતી મળતા જ પોલીસ અને ફાયરવિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી, અને બન્ને મૃતદેહો ને તળાવમાં થી બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે મૃતક સગીરા અને યુવક વચ્ચે પ્રેમસબંધ હતો, અને તેમાં આ ઘટના બની હોવાનું સામે આવે છે, મૃતક સગીરા ભૂમિકા અને કુલદીપ પરમાર બન્ને એક જ વિસ્તારમાં ગણેશફળીમા રહેતા હતા.