Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજસંપદાઓ થી ભરપુર જીલ્લો છે, આ જીલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ કરોડોની ખનીજચોરી થાય છે, તેમાં કેટલાય મોટામાથાઓ પણ સંડોવાયેલ છે, એવામાં ક્યારેક કામગીરી બતાવતા ખાણખનીજ વિભાગે વધુ એક વખત પોતાની કામગીરી બતાવી છે, જેમાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી નજીક વિરપુર ગાંગડી ગામના સર્વે નં.૧૮૦/૧/અ તથા ગાંધવી ગામના સર્વે નં.૨૭૦ પૈકીની મળી કુલ-૪ બ્લેકટ્રેપ ખનીજની લીઝમાં કાઢવામાં આવતા રોયલ્ટી પાસ ડુપ્લીકેટ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટ્રક નં.GJ-37-T-3100તથા ટ્રક નં.GJ-37-T-3102 માં બ્લેકટ્રેપ કપચી ભરી ડુપ્લીકેટ રોયલ્ટી સાથે નીકળી પકડાઇ જતા બોગસ ડુપ્લીકેટ રોયલ્ટીનો દુરઉપયોગ કરી બ્લેકટ્રેપ (ખનીજ) ની ચોરી કરનાર તેમજ ખરીદકરનાર સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ ગુન્હો દાખલ કરાવ્યો છે,
કલમ ૧૨૦-બી,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૭૯મુજબ લીઝધારક સામંતભાઈ ધરણાંતભાઈ ગોજિયા, લીઝધારક દાના રણમલ ગોજિયા, લીઝધારક પરબત રામશી ગોજીયા, સ્ટોકધારક રામા ક્રિશ્ના સ્ટોન વર્ક્સ, ખરીદકર્તા શિવાલય ઈંફ્રાપ્રોજેક્ટ, ટ્રક નં.જી.જે.૩૭ ટી ૩૧૦૦ ના માલિક સામત ધારણાત ગોજીયા, ટ્રક નં.જી.જે.૩૭ ટી ૩૧૦૨ ના માલિક સામત ધારણાત ગોજીયા, વગેરે સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.